________________
૧૭૪
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા ભડકે વધતું જાય છે તેમ અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને કોઈપણ માપથી ઉત્પન્ન થયેલું હોય તે વધતા વધતા ચાવત્ સર્વ લેક સુધી વધતું જાય તે વર્ધમાન કે અવધિજ્ઞાન.
અહીં અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રશસ્ત અને અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી થતાં ક્રમશઃ અવધિજ્ઞાન વધતું જાય છે.
(૫) અવસ્થિત :-પુરુષ કે સ્ત્રી ચિહ્નની માફક જે અવધિજ્ઞાન જેટલા ક્ષેત્રમાં અંગુલના અસંખ્યાતમાં ભાગથી લેકપર્યતનું ઉત્પન્ન થયું હોય તેટલાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા મરણ પર્યત અથવા બીજા જન્મ સુધી પણ સ્થિર રહે તે અવસ્થિત અવવિજ્ઞાન જાણવું.
આ જ્ઞાનનો એક પ્રકાર છે–પરમાવધિએ પરમાવધિની ઉત્પત્તિ બાદ અંતમૂહૂર્તમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
અથવા આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે છે.-જન્માંતરમાં પણ સાથે જાય છે.
આ અવસ્થિત જ્ઞાનને અપ્રતિપાતી એટલે “કાયમ રહેનાર” પણ કહ્યું છે.
(૬) અનવસ્થિત :- પાણીમાં ઉછળતા મોજાંઓની માફક– જે અવધિજ્ઞાન ઘટીને વધી જાય અને વધીને ઘટી જાય, વારંવાર ચાલ્યુ જાય અને વારંવાર ઉત્પન પણ થાય તે અનવસ્થિત અવધિજ્ઞાન.
આ જ્ઞાનને પ્રતિપાતિ એટલે કે “આવીને નાશ પામનાર અથવા અનિયત પણ કહ્યું છે.
આવા છ મુખ્ય ભેદ કહાં. બાકી તેને અસંખ્ય ભેદ હોવાનું વિધાન છે. જ્ઞાનપંચમીના દેવવંદનમાં અવધિજ્ઞાનના પ્રથમ દુહામાં પણ તે વાત વણી લીધી છે
અસંખ્ય ભેદ અવધિતણ, ષટ તેહમાં સામાન્ય 3 શેવાળા-અર્થાત્ સૂત્ર: ૨૨માં કહેલા ભેદને વજીને
ચારગતિમાં દેવ અને નારકને ભવ પત્યય છે. તે સિવાયના બે અર્થાત્ માનવ અને તિર્યંચને ક્ષયે પશમ જન્ય અવધિજ્ઞાનના આ છ વિકલ્પ કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org