________________
અધ્યાય-૧ સૂત્ર-૨૩
૧૭૩(૨) અનુગામી :-બાનુનાસ્થિ પ્રતિવે – નાનુir
જે સ્થાનકે રહીને અવધિજ્ઞાન ઉપર્યું હોય તે સ્થાને જાય અથવા સ્થાને રહે ત્યારે તે અવધિજ્ઞાન રહે પણ બીજે સ્થાને જાય ત્યારે તે જ્ઞાને પાત્ર રહેતું નથી તેને અનનુગામી અવધિજ્ઞાન કહ્યું.
અહીં ભાષ્યકાર પ્રશ્નાદેશક પુરુષનું દૃષ્ટાન્ત આપે છે. જેમ કેટલાંક નિમિત્ત શાસ્ત્ર જાણનારા નિમિત્ત સાથે સંબંધ ધરાવતા પ્રદેશમાં રહીને જ નિમિત્તનું ફળ કહી શકે છે. પણ અન્યત્ર તેનું ફળ બરાબર કહી શકતા નથી. તેમ આ અનનુગામી અવધિજ્ઞાન જે ક્ષેત્રને આશ્રીને ઉત્પન થયું તે ક્ષેત્ર સિવાય બીજા પ્રદેશમાં પ્રવર્તતુ નથી.
થાંભલા પર ગોઠવેલા દીવાનું પણ અહી ઉદાહરણ આપે છે. દી હોય ત્યાં પ્રકાશ કરે પણ બીજે સ્થળે તેને લઈ જઈ શકાય નહીં તેમ અવધિજ્ઞાન બીજે જાય નહીં.
સિદ્ધસેનીય ટીકામાં નોંધ્યું છે કે “જેમ કાર્યોત્સર્ગાદિ ક્રિયા પરિણત આત્માને અવધિજ્ઞાન ઉત્પનું થયું, તે તે સ્થાનથી બીજે ન જાય ત્યાં સુધી અવધિજ્ઞાન રહે તેવું કયારેક બને છે. અન્ય સ્થાને જતાં, નાશ પામે છે.
(૩) હીયમાનક - તે મેળ મન
પહેલાં શુભ પરિણામને કારણે ઘણું ઉપજે પણ તથાવિધિસામર્થ્યના અભાવે પડતા પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાનક અવધિજ્ઞાન કહ્યું.
જેમ અગ્નિનની જ્વાળા સળગતી હોય, તેમાં વારંવાર લાકડા નાખવાનું તદન બંધ કર્યા પછી ધીમેધીમે અગ્નિની જાળ બઝાઈ જાય છે તેમ પડતા પરિણામે અવધિજ્ઞાન ઘટતું જાય છે.
જે અવધિજ્ઞાન અસંખ્ય દ્વીપ-સમુદ્રી–પૃથ્વીઓ–વિમાનમાં,. ઉદર્વ–અધો કે તીર્થો ઉત્પન્ન થયું હોય અને અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી ઘટીને રહે અથવા તદ્દન ચાલ્યું જાય તે હીયમાનક.
(૪) વધમાનક :- જેમ અગ્નિ ઉત્પન્ન કરી તેમાં સુકા લાકડા– પાંદડા નાંખીએ–વધુ ને વધુ લાકડા નાંખતા જઈએ ત્યારે જેમઅગ્નિને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org