________________
૧૬૮
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા
કર
[4] સૂત્રસાર
તિ નારકેને અને દેવોને ભવપ્રત્યય (ભવ-નિમિત્તક] અવધિજ્ઞાન હોય છે. [5] શબ્દજ્ઞાન
કા તત્ર-તે બે ભેદ જે ઉપર સૂત્ર: ૨૧ માં કહ્યા તે. માઇ: ભવનિમિત્ત-જન્મતાંની સાથે. નાવા નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. દેવ દેવો.
[9] અનુવૃત્તિ વિઘોડ: સૂત્રથી અવધિઃ શબ્દ લે.
[7] પ્રબોધટીકા - સૂત્રમાં કેઈક તત્ર શબ્દ લખે છે અને કોઈક તત્ર શબ્દનો ઉલ્લેખ નથી કરતાં માટે કૌસમાં મુકેલ છે. શ્રી ભાગ્યકારે પોતે તત્ર શબ્દ મુકેલ નથી.
| નારકે અને દેવેને સંભવ પ્રમાણે ભવ નિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમ કહ્યું. અહીં મૂળ શબ્દ મા પ્રત્યયઃ મુ. આ મા પ્રત્યયઃ ને અર્થ ભવનિમિત્ત-ભવહેતુક—ભવને કારણે એમ સમજવો. સામાન્ય ભાષામાં તો એટલું જ કહેવાય કે દેવ કે નારકરૂપે જન્મ ધારણ કર્યો એટલે કે તેઓનું તે તે ભવમાં ઉત્પન થવું એ જ તેઓના અવધિજ્ઞાનનું કારણ છે
| જો કે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષાપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે છતાં દેવ અને નારકીઓને અવધિજ્ઞાન થવામાં ક્ષપશમને બદલે ભવનિમિત્તક જ કહ્યું તેનું કારણ ત્યાં ભવની પ્રધાનતા ગણું છે. - જે જીવાત્મા દેવ કે નારક સ્વરૂપે જન્મ પામે તેને નિયમ અવધિજ્ઞાનાવરણ કમને ક્ષાપશમ થઈ જ જાય છે.
જેમ પક્ષીઓને જન્મથી જ આકાશમાં ઉડવાને સ્વભાવ છે. તે માટે કંઈ શિક્ષણ લેવું પડતું નથી. ભવને આશ્રીને ચકવતી કે વાસુદેવને તેટલું બળ હોય છે તેમ દેવ કે નારકને અવધિજ્ઞાન હોય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org