________________
૧૪૨
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા
તેમાં પાણું દેખાતું નથી. છતાં તે વાસણ પાણી વગરનું તો ન જ કહી શકાય પાણું છે પણ અવ્યક્ત રૂપે છે. [પાણી વ્યક્ત રૂપે ત્યારે જ કહેવાય જ્યારે વાસણ ભીનું દેખાવા લાગે.]
આ રીતે કાન-નાક–જીભ અને ત્વચા એ ચાર ઈદ્રિને પિતાના વિષ સાથે સંશ્લેષ થતા જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, પણ ઘેડા સમય સુધી વિષય સાથે ઈદ્રિયને મંદ સંબંધ રહેતે હેવાથી પ્રગટ જ્ઞાન જણાતું નથી. યુક્તિથી તે માટીના વાસણની ભીનાશ માફક અહીં પણ જ્ઞાનનો આરંભ થયે તે વાત માનવી જ પડશે. આ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
નિંધ :- વ્યંજનાવગ્રહ વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ નથી તે પછી ઈહા-અપાય-ધારણાનું જ્ઞાન તે થવાનું જ ક્યાંથી? તેથી અવ્યક્ત એવા આ વ્યંજનાવગ્રહને ઈહાદિક હતાં જ નથી.]
| વ્યક્તને અર્થ :– જે રીતે ઉપરોક્ત દષ્ટાન્તમાં માટીનું -વાસણ ભીનું દેખાય ત્યારે તેને વ્યક્ત કે પ્રગટ જ્ઞાન કહ્યું તેમ પ્રગટ પણે સ્પર્શાદિ જ્ઞાન થાય તેને વ્યક્ત કહેવાય.
વળી સૂત્ર ૧૯૧૯માં જણાવશે તે મુજબ મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે વ્યક્ત જ્ઞાન જ થશે. કેમકે અવ્યક્ત જ્ઞાન આ બંનેમાં થતું નથી. આ વ્યક્ત જ્ઞાન તે અથવબંદુ આ અર્થાવગ્રહ પાંચે ઈદ્રિય અને મન થકી થાય છે. જ્યારે વ્યંજનાવગ્રહ સ્પર્શન–રસન-ધ્રાણુ અને ત્રિ એ ચાર ઈદ્રિય થકી જ થાય છે
જેનાથી અર્થનું જ્ઞાન થાય તેને વ્યંજન કહ્યું. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધથી જ અર્થનું જ્ઞાન થાય છે. [ચક્ષુ અને મન સિવાયની ઈદ્રિય લેવી] તેથી ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધ ને વ્યંજન કહે છે.
આ સંબંધમાં થતું અત્યંત અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ પછી કંઈક છે” એવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ અહીં એક નિયમ
ખ્યાલમાં રાખવું કે વ્યંજનાવગ્રહ થાય તે અર્થાવગ્રહ થાય જ તે (કેઈ નિયમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org