________________
અધ્યાય-૧ સૂત્ર-૧૬
૧૩૧ આ રીતે મતિજ્ઞાન થતાં નિશ્રિત ગ્રાહી અવગ્રહ-નિશ્રિત ગ્રાહિણી ઈ હા-નિશ્રિતગ્રાહી અપાય–નિશ્રિતગ્રાહી ધારણું કહેવાય.
તફાવત નોંધ :-દિગંબર આગ્રામાં અહીં નિવૃત્ત અને નિવૃત ભેદ જણાવેલ છે. જ્યારે પૂરી વસ્તુ પ્રગટ થવાને બદલે કંઈક પ્રગટ રહે અને કંઈક અપ્રગટ રહે અર્થાત્ સંપૂર્ણ રીતે આવિર્ભત નહીં એવા પુદ્ગલનું ગ્રહણ તે અનિઃસૃતાવગ્રહ અને સંપૂર્ણ પણે આવિભૂત પુદ્ગલેનું ગ્રહણ તેને નિઃસૃતાવહ સમજો.
(૯) અસંદિગ્ધગ્રાહી:-કઈ જાતના સંદેહ વિના ચોક્કસપણે જાણવું તે અસંદિગ્ધ ગ્રાહી. કેમકે અસંદિગ્ધ એટલે નિશ્ચિત.
જેમકે આ સ્પર્શ ચંદનને જ છે ફૂલને નથી તેવું નિશ્રિતશંકારહિત જ્ઞાન.
આ રીતે મતિજ્ઞાન થતા અસંદિગ્ધગ્રાહી અવગ્રહ–અસંદિગ્ધ ગ્રાહિણું ઈહા-અસંદિગ્ધગ્રાહી અપાય-અસંદિગ્ધગ્રાહી ધારણ કહેવાય.
(૧૦) સંદિગ્ધગ્રાહી:- કેઈ સંદિગ્ધપણે શંકાસહિતપણે જાણે તેને સંદિગ્ધગ્રાહી જાણવું. કેમ કે સંદિગ્ધ એટલે અનિશ્રિત.
આ સ્પર્શ શીતળ છે તે તે ચંદનને હશે કે પુષ્પનો હશે? વિશેષ અનુપલબ્ધિથી સંશયાત્મક સ્થિતિ રહે માટે તે સંદિગ્ધગ્રાહી જાણવું.
આ રીતે મતિજ્ઞાન થતા સંદિગ્ધગ્રાહી અવગ્રહ–સંદિગ્ધગ્રાહિણી ઈહા-સંદિગ્ધગ્રાહી અપાય-સંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય.
૦ સત્ર તફાવત નોંધ :- દિગંબરીય પરંપરામાં અહીં અનુત્ત શબ્દ પ્રયેા છે.
વક્તાના મુખમાંથી નીકળેલ શબ્દમાંના એકાદ શબ્દને સાંભળીને કે અસ્પષ્ટ અધુરા ઉચ્ચારણ પરથી “તમે અમુક વાત કહેવા માંગો છે” એમ અભિપ્રાયથી જાણી લેવું તે અનુક્ત અવગ્રહ.
વક્તા સંપૂર્ણ બેલી રહે ત્યારે જ અભિપ્રાય સમજાય તે ઉક્ત અવગ્રહ.
| નાદિસકામાં કરિષ એક જ પાઠ છે પણ હારિભદ્રીય ટીકામાં સૂત્રમાં સાથે અનુત્ત એ પાઠ પણ કૌંસમાં લખેલ છે. વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org