SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા અતીત વસ્તુના આલંબનમાં એકકતૃક એવી ચૈતન્ય પરિણતિ -સ્વભાવ અથવા મને જ્ઞાન તે સ્મૃતિ. પહેલાં જાણેલા-સાંભળેલા-અનુભવેલા પદાર્થોનું વર્તમાનમાં સ્મરણ તે સ્મૃતિ. | કાળાન્તરે તે જાણેલા પદાર્થનું “ત–આએ રીતે જે યાદ આવવું તેને સ્મૃતિ કહે છે. (૩) સંજ્ઞા :--જ્ઞાન સંજ્ઞા. 3 ભાષ્યકાર તેને સંજ્ઞા જ્ઞાન કહે છે. | ભૂતકાળના વિણ્યને વર્તમાન કાળને વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જેતા “તે જ આ વસ્તુ છે [જે મેં પૂર્વે જોઈ હતી] એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. | | પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એક્તાના અનુસંધાનનું નામ સંજ્ઞા છે. આથી તે વર્તમાન તથા અતીત ઉભય વિષયક છે. [] વર્તમાનમાં કઈ પદાર્થ નજરે પડતા આ પદાર્થ તે જ છે જે મેં પહેલા જે હતું, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જેડ રૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. |પૂ. હરિભદ્રસૂરિજી સમેત કેટલાંક સંજ્ઞા જ્ઞાન માટે પ્રત્યભિજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન-પર્યાય શબ્દ વાપરે છે. | સંજ્ઞા એટલે અનુભવ + અમૃતિ (૪) ચિંતા - નિં ચિન્તા | ભાષ્યકાર તેને માટે ચિંતા જ્ઞાન શબ્દ કહે છે. | ભવિષ્યકાળને વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતા જ્ઞાન. તે અનાગતવિષયક છે કેમકે તે ભાવિ વિષયક વિચાર ગ્રાહી છે. જે જ્ઞાનાદિ ત્રય સમન્વય થાય તે જ પરમ સુખની પ્રાપ્તિ થાય અન્યથા ન થાય એ પ્રકારે જે ભવિષ્યમાં આમ થશે તે તેનું તેમ ફળ મળશે અન્યથા નહીં મળે એવી ચિંતા તે ચિતાજ્ઞાન. | સાધ્ય અને સાધનના અવિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિના જ્ઞાનને ચિંતા કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy