________________
૧૦૨
તત્વાર્થ સૂગ પ્રધટીકા દ્વારા પ્રણીત હોય છે, તેથી જે અતીન્દ્રિય પ્રત્યક્ષને સિદ્ધ નહીં માનીએ. તો અતીન્દ્રિય પદાર્થોમાં આગમનું પ્રામાણ્ય કઈ રીતે થશે? અને આગમનું અપર્ય ત્વ તે અસિદ્ધ છે. માટે ઈદ્રિય જન્ય જ્ઞાન પ્રત્યક્ષ માની શકાય નહીં. [ોંધ :- રાજવાતિકમાં બૌદ્ધ–નિયાયિક અદ્વૈતવાદી વગેરેના પ્રત્યક્ષપ્રમાણેની માન્યતાનું સુંદર ખંડન કર્યું છે.]
(૪) અવધિ દશન અને કેવલ દર્શન પણ અા અર્થાત્ આત્મા પ્રતિ નિયત છે તે પ્રત્યક્ષ શબ્દથી આ બંનેનું પણ ગ્રહણ કરવું જોઈએને?
આ શંકા વ્યાજબી નથી. એક કારણ તો એ છે કે અહીં જ્ઞાનની અનુવૃત્તિ ચાલે છે એટલે દર્શનનું આપોઆપ જ નિવૃત્તિ થઈ જાય છે.
બીજુ અવધિજ્ઞાન કે કેવળજ્ઞાનની વાતમાં અવધિદર્શન અને કેવળ દર્શન અંતભૂત–સમાવિષ્ટ થઈ જ જાય છે.
(૫) વિભાગજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણતા?
અહીં સમ્યફ પદને અધિકાર સમજી લેવાનું છે તેથી જ્ઞાન વિશેષ્ય થઈ જાય છે. જ્યારે વિભંગ જ્ઞાન મિથ્યાદર્શનના ઉદયથી વિપરીત પદાર્થોનો વિષય કરતે હોવાથી તે સમ્યફ નથી. માટે તેને પ્રત્યક્ષ ગણી શકાય નહીં.
(૬) અનુમાન-ઉપમાન- આગમ– અપત્તિ:-સંભવ– અભાવ પણ પ્રમાણે છે તેની નોંધ કેમ નથી લીધી?
આ પ્રમાણે અંગેની ચર્ચા પ્રમળ નર્ચવાળા સૂત્રમાં કરેલી જ છે. છતાં શંકા નિવારણ માટે અહીં જણાવે છે કે આ સર્વે પ્રમાણે કાં તો મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનમાં સમાવાય જાય છે કેમકે તે ઈદ્રિય અને પદાર્થોના સંબંધમાં નિમિત્તભૂત છે. અથવા તો તેમાંના અર્થાપત્તિસંભવ–અભાવ વગેરે પ્રમાણે અપ્રમાણે જ છે. અથવા તે પ્રમાણ જ નથી. કેમકે તે મિથ્યાદર્શન વડે સ્વીકારાએલ અથવા વિપરીત ઉપદેશ રૂપ જ છે.
અનુમાનાદિ પ્રમાણ કરતાં પણ આગળ વાત કરી કે જે મતિશ્રુતઅવધિજ્ઞાન પણ મિથ્યાદર્શનથી જોડાએલા હોય તો તે અજ્ઞાન. રૂપ છે–અપ્રમાણ છે. [સૂત્ર ૧૩૨માં આ અંગેની ચર્ચા છે.]
-૦–૦-૧== =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org