________________
અધ્યાય-૧ સૂત્ર-૧૨
૧૦૧
તિwાન્તર્ ફન્દ્રિાદિ. પ્રાણુને જ્ઞાન-દર્શન આવરણના ક્ષપશમ કે ક્ષયથી ઈદ્રિય-અનિદ્રિય દ્વારની અપેક્ષા રહિત કેવળ આત્માની અભિમુખતા કરીને થતું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન.
પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ કહ્યા. (૧) દેશ પ્રત્યક્ષ (૨) સકલ પ્રત્યક્ષ. અવધિ અને મન:પર્યય દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. વિવિધ શાઓ:(૧) ચત્ એકવચન કેમ મુક્યું?
જ્ઞાનના વિભાગોની દષ્ટિએ અય વગેરે ત્રણ જ્ઞાન છે. પણ પ્રમાણની દષ્ટિએ માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી એક વચન મુક્યું હોય તેમ જણાય છે.
(૨) ઇન્દ્રિય અને મન રૂપ સાધન વિના જ્ઞાનની ઉત્પત્તિ જ કઈ રીતે થશે?
જેમ પાંચ-પચીસ સાધુને ખીર વહેરાવવી હોય તે પણ તપેલું ભરી ખીર બનાવવી પડે છે. પણ ગૌતમ સ્વામીજી જેવા મહર્ષિ અક્ષીણ મહાનસી લબ્ધિ વડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું ત્યારે માત્ર એક જ પાત્રમાં અંગુઠો શખી બધાને ખીર વપરાવી દીધી હતી.
એ જ રીતે કર્મમળથી મલિન આત્માને સાધારણતયા ઈન્દ્રિય અને મનને આધાર જરૂરી બને પણ જે આત્મા જ્ઞાનાવરણના વિશેષ ક્ષપશમરૂપ શક્તિવાળે બની ગયો છે કે જેણે પૂર્ણપણે જ્ઞાનાવરણ કર્મને ક્ષય કર્યો છે તેને બાહ્ય સાધન વિના પણ જ્ઞાન થાય છે. કર્મના સંપૂર્ણ આવરણ દૂર થતા સ્વ શક્તિ વડે જ પદાર્થોને જુએ છે–જાણે છે.
(૩) ઈન્દ્રિય વ્યાપાર જન્યજ્ઞાન જ પ્રત્યક્ષ ગણવું જોઈએ, કેમકે પ્રાયઃ બધાં વાદીઓ તેમાં એકમત છે–
ઈદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માનવાથી આપ્તને પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકશે નહીં, સર્વજ્ઞતાને લેપ થઈ જશે. કેમકે સર્વજ્ઞ આપ્તને ઈદ્રિયજં જ્ઞાન થતું નથી.
વળી આગમથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન માનીને પણ સર્વજ્ઞતાનું કથન યુક્તિ યુક્ત નથી. કેમકે આગમ પ્રત્યક્ષદશી વીતરાગ પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org