________________
૯૪
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અનુવૃત્તિ લેવાથી જ અર્થ સ્પષ્ટતા થશે.
આ પ્રથમના બે. જ્ઞાનની વાત ચાલે છે માટે બંને જ્ઞાન લીધા. પ્રથમ બે મતિ અને શ્રુત છે માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પક્ષ છે તે અર્થ કર્યો.
બીજી વાત પ્રમાણુની ચાલે છે. એટલે તે સૂત્રની અનુવૃત્તિ લેતા આ બંને જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ સમજી શકાશે.
૦ ઉપરોક્ત પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે પ્રારંભના જ્ઞાને પક્ષ પ્રમાણ છે તે અર્થ ગ્રહણ કર્યો. આ બંને જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તેને પક્ષ પ્રમાણ ગણ્યા.
૦ ન્યાયશાસ્ત્રમાં લિંગ-હેતુ તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પક્ષ કહેલું છે પણ અહીં તે લક્ષણ સ્વીકારેલ નથી. અહીં તે આમ સાપેક્ષતા જ મહત્ત્વની ગણેલી છે તેથી આત્માની સહાય વિના ઈદ્રિય તથા મનની અપેક્ષા રાખતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન કહ્યું.
o જે જ્ઞાનની ઉત્પત્તિમાં આત્માથી ભિન્ન પર વસ્તુની અપેક્ષા હોય તેને પરોક્ષ ગયું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય અને મન કે જે આત્માથી ભિન્ન પુદ્ગલરૂપ છે તે નિમિત્ત હોય છે તેથી આ બંને જ્ઞાન પરોક્ષ ગણેલા છે.
વિશેષતા એ છે કે મતિજ્ઞાનમાં તે ઈન્દ્રિય અને મન બંને નિમિત્ત છે. પણ શ્રુતજ્ઞાનમાં મન જ નિમિત્ત ભૂત છે, પરંતુ મતિજ્ઞાન પૂર્વક તે થતું હોવાથી ઉપચારથી તેમાં ઈન્દ્રિયો પણ નિમિત્તભૂત છે. જેમ કે પરોપદેશ સાંભળવામાં કાન (શ્રેનિદ્રય) નિમિત્ત છે.
અહીં સાંભળવું તે મતિને વિષય છે પણ તે શબ્દોના વિષયમાં અથવા તેના અવલંબન પૂવક અર્થાન્તર વિષયમાં વિચાર કરે તે કૃતજ્ઞાન છે. અહીં મુખ્ય બાહ્ય નિમિત્ત તે મન છે. પણ સાંભળ્યા વિના વિચાર ન થઈ શકે માટે ઉપચારથી શ્રવણ-ઈન્દ્રિય પણ નિમિત્ત કહી શકાય છે.
૦ નિમિત્તની અપેક્ષા રહેતી હોવાથી આ બંને જ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહ્યા છે. તે સાથે શાસ્ત્રીય રીતે બીજી પણ વાત મહત્વની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org