SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હક્ક હું કશાને માટે જ કરવાનું નથી. જ્યારે પ્રતિષ્ઠા ન હતી, પૈસા ન હતા, ત્યારે જે છોડવું નથી તે હવે કેમ છો? હેમચંદ્રાચાર્ય લગભગ બત્રીસ વર્ષ પહેલાં જે મારા હૃદયમાં કલ્પનામૂર્તિ રૂપે હતા તેને જેમ જેમ તે જાઉં છું તેમ તેમ તેમાં સાચા રંગો પૂરાતા જાય છે. હેમચંદ્રાચાર્યનું સ્થાન માત્ર સંપ્રદાયમાં નથી. એ તે વિદ્યામાં, રાજકારણમાં, જ્ઞાનવૃદ્ધિમાં પણ છે. અને સમય બદલાયો છે તેથી આ બધાની તુલના અર્વાચીન દષ્ટિએ કરવાની છે. આખા જગતના સંસ્કારની કસોટી પર એમને ચડાવી ને એમની માપણું કરવાની છે. તેવી જ રીતે સાહિત્યની બાબતમાં જૈન ધર્મ પ્રણાલિકા જે સાહિત્ય સાચવી રહી છે તેને યશ મુનિરાજોને અને દાતાઓને આપણે સકાહરણ આપીએ છીએ, પણ આજે એ સાહિત્ય માત્ર સંઘરી રાખવાને કાળ નથી. હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. જૈન ધર્મમાં ઉદારતાનો મોટો ફાળો જ્ઞાનના સંગ્રહ અને પ્રચાર માટે રાખેલ છે એ સુંદર વસ્તુ છે. પણ એ સંગ્રહેલું બધું સાહિત્ય બહારની દુનિયા સમક્ષ મૂકાય તે જ પૈસાને યોગ્ય ઉપયોગ થયો ગણાય, નામદાર દીવાન સાહેબે આજે કહ્યું તેમ મેં મુંબાઈમાં કહ્યું હતું. જે આપણી પુરાણી કૃતિઓ છે તેની બધાની એક Standard Edition ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝની માફક પ્રકટ કરવી જોઈએ તે જ. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીજીએ કહ્યું. શ્રી. હેમચંદ્ર અહિસાને સિદ્ધાન્ત રાજકારણમાં લાવવા પ્રયત્ન કર્યો આપણા દેશમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે કે અહિસાથી જીવન તેજસ્વી બને છે. અહિંસા એ બધા ધર્મોનું મૂળ છે. અને ગુજરાતને માટે એ ગર્વની વાત છે કે સિદ્ધરાજ અને કુમારપાળની ભૂમિમાં જ મહાત્મા ગાંધીજીએ જન્મ ધારણ કર્યો છે. હેમાચાર્યો જે થોડે ઘણો પ્રયત્ન કર્યો તેને સામુદાયિક સિદ્ધાંત બનાવી જગતને ઉદ્ધારવા મહાત્મા ગાંધીજી મરી રહ્યા છે. ગુજરાતમાં જે જે સંસ્કાર હતા તે બધાને વારસે ગાંધીજીને કેમ મળે છે, તે એમનું જીવન જેઓ જાણે છે તેઓ સમજે છે. ગુજરાતની સંરકૃતિ આજે આખા જગતની આંધીમાં જે ભાગ ભજવે છે તે માટે જેટલે ગર્વ લઈએ તેટલો ઓછો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy