SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ૪૫ - - એક વક્તાએ ભાર્ગ તરફના મારાં પક્ષપાતને ઉલ્લેખ કર્યો છે. પણ હમણાં જ મેં “Early Aryans in Gujarat” એ લેખાવલિ લખી ત્યારે મારો ઉદ્દેશ ગુજરાતના ઇતિહાસને સમૃદ્ધ કરવાનું હતું. એમાં પરશુરામ વિષે લખાયું એ ગૌણ વાત. આપણું તિર્ધરની જે પરંપરા ચાલી આવી છે, તેને માનવતાની દષ્ટિએ જેવા હું પ્રયત્ન કરું છું. વાડાઓ ઉલ્લંઘી સમસ્ત ગુજરાતી જીવન હું નહીં જોઈ શકું તે માટે પ્રયત્ન સફળ થયા ને કહી શકું. આ બાબતમાં મને એક વિચિત્ર અનુભવ થયે હતા. મેં નાટક લખ્યું છે – “અવિભક્ત આત્મા તેમાં વસિષ્ઠને અરુંધતી – પ્રમુખ સપ્તર્ષિ ચીતરવાનો પ્રયત્ન છે. આપણે મનુષ્યનાં ખરાં સ્વરૂપ ચીતરવાને બદલે ધાર્મિક ભાવનાથી મનુષ્ય ન હોય તેવા મહાત્મા ચીતરવા પ્રયત્ન કરીએ છીએ; તે મૂર્તિપૂજ (ladolaty) નું ખંડન કરવું તેને હું જીવનનું કર્તવ્ય લેખું છું. તે નાટક લખ્યું એ વખતે ગુજરાતના એક અગ્રગણ્ય સાહિત્યકાર જે પિતાને વસિષ્ઠના વંશના માને છે તે ગુસ્સે થયા. અને તેમણે આવાન આપ્યું કે તે વસિષ્ઠને ખરાબ ચીતર્યો છે તે હું ભગુને ખરાબ ચીતરીશ.” મેં જવાબ વાળ્યો. “તમને ફાવે તેમ ચીતરજે. કર્યું ચિત્ર સરસ એ ભવિષ્યના સાહિત્યરસિકે નક્કી કરશે, એમાં સમકાલીને કંઈ કરી શકે એમ નથી.” વસિષ્ઠ કે વ્યાસ જેવાને હું માત્ર ત્રષિ કે મુનિ તરીકે જોઈ નથી શકતે. કેવી માનવતા તેમનામાં હતી તે હું તમારી સમક્ષ રજુ કરવા મથું છું. તે જ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્ર વગેરે જીવતા હતા ત્યારે કેવા હતા તે કલ્પવાના મેં પ્રયાસ કર્યા છે, બીજું કંઈ નહીં. જ્યારે હું અહીં આવ્યો ત્યારે કેટલાકને દુઃખ થયું હતું કે મુનશીને વળી અહીંયાં ક્યાં લાવ્યા? એમનું દુખ હું સમજી શકું છું. પણ ગુણ અવગુણનાં બીબાં જ આપણે સાહિત્યમાં જોવા માંગીએ છીએ. તેમને ગળે હું ઉતરતું નથી પણ હું બદલાઉં એમ નથી. કેઈ ન માને કે મારી સાહિત્યની દષ્ટિ બદલાઈ છે. મેં તે અનેકવાર સ્પષ્ટ કહેલું છે; સાહિત્યમાં હું રહ્યો છું તે ભાટ ચારણ થવા નહીં. મારાં કલ્પનાચિત્રો જેવા ઉદ્દભવે તેવા મારે ચીતરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy