________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૩૫
“તે (મૂળરાજ)ના અન્વય–વંશમાં પ્રબલ પ્રતાપ વડે પ્રચંડશુતિ–સૂર્ય જે ક્ષિતિપતિ જયસિહદેવ (રાજા) થયો, જેણે પિતાના વંશને ઉત્પન્ન કરનાર ચંદ્રમાં પિતાનું બીજું નામ સિદ્ધરાજ એવું લખાવ્યું. (પ્રશસ્તિમાં ચાલુથશિરોમણિ મૂળરાજનું વર્ણન કરી સીધા સિદ્ધરાજના સમય પર લેખશ્રી આવી જાય છે. વંશને સૂર્ય સાથે સરખાવી ચંદ્રની શાંતિ બતાવવા એ રાજવીનાં બને નામે અત્રે સૂચવે છે.) प्रशस्ति ३ सभ्यनिषेव्य चतुरश्चतुरोऽप्युपायान् ,
जित्वोपभुज्य च भुवं चतुरब्धिकाञ्चीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा, काष्टामवाप पुरुषार्थचतुष्टये यः ॥ ३४ ॥ (वसंततिलका )
જે ચતુર રાજાએ (સિદ્ધરાજે) ચાર પ્રકારના ઉપાયો (૧ સામ, ૨ દામ, ૩ ભેદ, ૪ દંડ)ને અત્યંત સારી રીતે સેવીને, ચાર સમુદ્રરૂપી મેખલા (કરા)વાળી પૃથ્વીને જીતીને તથા તેને ઉપગ કરીને, ચાર પ્રકારની વિદ્યાઓ (૧ વ્યાકરણ, ૨ તર્ક (ન્યાય), ૩ સાહિત્ય અને ૪ ધર્મશાસ્ત્ર–આગમ) વડે વિનીત મતિવાળા જિનાત્મા જે રાજાએ ચારે પુરુષાર્થો (૧ ધર્મ, ૨ અર્થ, ૩ કામ, ૪ મેક્ષ)માં હદ પ્રાપ્ત કરી. (આ શ્લેક ચાર બાબતે લઈને તેની અનેક વાતે સિદ્ધરાજ જયસિંહ સાથે જોડી છે.
ચાર ઉપાય —૧ સામ–સમજાવવું તે. ૨. દાન–પૈસાની લાંચ આપવી. ૩. ભેદ--શત્રુને લડાવી મારવા અને ૪ દંડ-સજા કરવી. ચાર સમુદ્રઃ અસલ ચાર સમુદ્ર ગણાતા હતા. નામની માહિતી મેળવવા થોગ્ય છે. ચાર વિદ્યા ૧ વ્યાકરણ–શબ્દજ્ઞાન ૨ ન્યાય (લેજીક) ૩ સાહિત્ય અલંકાર–છંદશાસ્ત્ર, ૪ ધર્મશાસ્ત્ર આગમ કે વેદપુરાણ, વગેરે. ચાર પુરુષાર્થ ૧ ધર્મ, ૨ અર્થ, ૩ કામ, ૪ મોક્ષ આ સર્વ બાબતમાં સિદ્ધરાજ મહારાજાએ ખૂબ પ્રગતિ કરી. સર્વથી આગળ વધ્યા.) प्रशस्ति ४ तेनातिविस्तृतदुरागमविप्रकीर्ण
शब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवन विधिवद्वयधत्त, शब्दानुशासनमिदं मुनिहेमचंद्रः ।। ३५ ।। ( वसंततिलका )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org