SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ લેખકઃ શ્રી. મેતીચંદ્ર ગિરધરલાલ કાપડિયા શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓએ જગતને મુગ્ધ કર્યું છે તેનાં કારણે નીચે મુજબ છે – ૧. એમની કૃતિઓ સાર્વજનિક ઉપયોગની છે. ૨. એમણે સંસ્કૃત-પ્રાકૃત વાડ્મયની સર્વ દિશાઓ ખેડી છે. . એમણે જે જે વિષયે હાથમાં લીધા છે તેમાં વિચારની સ્પષ્ટતા અને વસ્તુને મેળાપ અસાધારણ છે. ૪. વિષયની એમની ચર્ચા પરિપૂર્ણ છે. ૫. એમણે બાળ, મધ્યમ અને વિશિષ્ટ અભ્યાસીઓને તફાવત બરાબર ધ્યાનમાં રાખ્યો છે. ૬. વિષયોને સહેલા, સ્પષ્ટ અને આકર્ષક બનાવવાની એમની રીતિ અદ્વિતીય છે. ૭. વૈજ્ઞાનિક વિષયેની તેમની છણાવટ તલસ્પર્શી છે અને કોઈપણ સ્થાને તેઓ ગૂંચવણમાં પડી ગયા નથી કે કોઈ સ્થાને તેઓએ અસ્પષ્ટતા થવા દીધી નથી. એમની કૃતિઓને બે વિભાગમાં વહેંચી નાખવા જેવી છે. એક વિભાગ વિજ્ઞાનને છે. એમાં એમણે વ્યાકરણને પ્રાધાન્ય આપી, કોષ, લિંગ, અલંકાર અને છંદ સુધી જઈ આ શબ્દને વિષય લીધે છે અને ત્યારપછી તક (ન્યાય) અને નીતિના વિષયને ન્યાય આપે છે. બીજા વિભાગમાં કાવ્ય અને ઉપદેશ વિષયને હાથ ધરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy