________________
શ્રી. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ
૧૬૧
અન્ય સુધાં પણ હણી શકશે નહિ. આ રીતે મૃગયા વિષે તેની નિષેધાજ્ઞા થવાથી મૃગ આદિ પશુતિઓ નિર્ભય થઈને, વાડામાં ગાયો ચરે તેવી રીતે સદા ચર્ચા કરશે. એ રીતે જલચર પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ માટે સદા તે ૨૫મારિ પ્રવર્તાવશે અને તેની આવી આજ્ઞાથી જેઓ આજન્મ માંસાહારીઓ હશે તેઓ પણ ખરાબ સ્વનિની માફક, સદા માટે માંસની વિસ્મૃતિ કરશે”
કુમારપાલની આવી અમારિપ્રિય વૃત્તિ જોઈ ને તેના પડે શી અને અંડિયા રાજાઓએ પણ અમારિ પ્રવર્તાનની ઉોષણ કરનારા કેટલાક હાસને જાહેર કર્યા હતા જેનાં પ્રમાણુસૂયક કેટલાક શિલાલેખ હેઠ મારવાડની પેલી સરહદ ઉપરથી મળી આવ્યા છે. - કુમારપાલની જ આવી અહિંસાપ્રવર્તક નીતિનું એ પરિણામ છે. વર્તમાન સમયમાં, જગતમાં સૌથી વધારે અહિંસક પ્રા ગુજરાતની પ્રજા છે અને સૌથી વધારે અહિંસાધર્મનું પાલન ગુજરાતમાં થાય છે. હિંસક યજ્ઞયાગ પ્રાયઃ ત્યારથી જ બંધ થએલા છે અને દેવીદેવતાઓની આગળ થતા પશુવધ પણ બીજા દેશની તુલનામાં ગુજરાતમાં, ઘણો ઓછો છે. ગુજરાતને પ્રાયઃ સવળાય શિષ્ટ અને ઉચ્ચ પ્રજાવર્ગ ચુસ્ત નિરામિષભોજી છે. ગુજરાતનો પ્રધાન ખેડૂતસમૂહ પણ માંસત્યાગી છે. ભલે અતિક્તિ ગણાય અને તેને ઉપહાસ પણ થાય છતાં મને કહેવાનું મન થાય છે કે-ગૂજરાતના એ જ પુણ્યમય વારસાના પ્રતાપે ગુજરાતે જગતના સૌથી શ્રેષ્ઠ અહિંસામૂતિ મહાત્માને જન્મ આપવાનું આજે અદ્વિતીય ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
જીવહિંસા સાથે બીજી જે પાપકર પ્રવૃત્તિઓને કુમારપાલે પિતાની પ્રજામાંથી નિષેધ કરાવ્યો તેમાં મુખ્ય હતી મદ્યપાનની પ્રવૃત્તિ. મા એ મનુષ્ય જાતિને મોટો શત્રુ છે એ સે કોઈ જાણે છે. મધની સાથે શિકાર, જુગાર, વ્યભિચાર અને તેવા બીજા અનેક અનાચારને ઘનિષ્ઠ સંબંધ છે. મઘના કારણે જગતમાં ઘણાં ઘણું અર્થે થયા છે અને થાય છે. પિરાણિક કાળમાં જાદવોનો નાશ મદ્યપાનને લઈને થયો હતો એમ પુરાણો વર્ણવે છે. ઐતિહાસિક કાળમાં પણ મદ્યપાનને લીધે અનેક સમ્રાટ અને તેમનાં સામ્રાજ્ય નષ્ટ થયાંનાં ઉદાહરણ જોઈએ એટલાં મળી આવે છે. વર્તમાનમાં ક્ષત્રિય જાતિનું જે ભયંકર પતન થયું છે અને હજીએ વધારે થતું જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org