SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ પણ જૈનધર્મની પૂજા ખાતર અને જેન વિહાર બંધાવ્યા. અને એ બધાં ઉપરાંત કુમારપાલે જે એક વિશિષ્ટ પ્રજાહિતકર આદેશ જાહેર કર્યો હતો કે જે કદાચિત અશકે પણ નહીં કર્યો હોય – તે એ કે પ્રાચીનકાળથી ચાલી આવેલી રાજનીતિ પ્રમાણે નાવારસ મરી જનાર પુરુષની સઘળી સંપત્તિ રાજા લઈ લેતે હતું અને તેના લીધે મરનારના સ્ત્રી, માતા, આદિ કુટુંબીજનો અનાથદશાના ભોગ થઈ મૃત્યુ કરતાં વધારે કષ્ટકારક વિટંબનાઓને ભેગા થતા હતા, અને અનેક અનાથ અબળાઓ. આ ક્રૂર રાજનીતિથી પીડિત થઈ જીવતી મુઆ સમાન થઈ જતી હતી. દાઝયા ઉપર ડામ દેવા જેવી એ અતિ નિષ્ફર રાજનીતિને કુમારપાલે પોતાના રાજ્યમાં સર્વથા પ્રતિષેધ કર્યો હતે. કુમારપાલને આ નીતિની નિષ્ફરતાને કેવી રીતે ભાસ થશે અને કયા કારણે એણે એ નીતિન બહિષ્કાર કર્યો તેનું વર્ણન હેમાચાર્ય “કંથાશ્રય માં આ પ્રમાણે કરે છેઃ એક રાત્રે રાજા પોતાના મહેલમાં સૂતો હતો ત્યારે દૂરથી એક સ્ત્રીનું બહુ જ કરુણ દન તેના કાનને સંભળાયું. રાજા એ હકીકત જાણવા માટે, જાતે રાતના એકીદારના નીલવર્ણા વસ્ત્રો પહેરી મહેલમાંથી બહાર નીકળ્યો અને કોઈ ન જાણે તેવી રીતે ફરતે ફરતો જ્યાંથી એ અવાજ આવતો હતો ત્યાં ગયો. જુએ છે તે એક ઝાડની નીચે એક સ્ત્રી પાસે ખાઈ મરી જવાની તૈયાર કરી રહી છે અને રડી રહી છે. રાજા ધીમેથી એની પાસે જઈ મીઠા અને આદર ભરેલા શબ્દોથી શી વાત છે તે પૂછવા લાગ્યો. વિશ્વાસ પામીને સ્ત્રીએ કહ્યું કે મારો પતિ યુવાવસ્થામાં પરદેશથી આ શહેરમાં વ્યાપાર કરવા અર્થે આવ્યું હતું અને મને પણ સાથે લાવ્યો હતો. આ સુરાજ્યવાળા શહેરમાં વ્યાપાર કરતાં કરતાં ઘણી મોટી મિલકત મારા પતિએ મેળવી, મને તેનાથી પુત્ર થયો. પાળીપોષીને અમે એ પુત્રને મેંટે કર્યો અને ભણાવી-ગણાવીને હુંશિયાર કર્યો. યોગ્ય ઉંમર સારા ખાનદાન કુટુંબની કન્યા સાથે તેનું લગ્ન કરી દીધું. એ મારો પુત્ર વીસ વર્ષની ઉંમરનો થયો ત્યારે તેના પિતા મરી ગયા. પિતાના શોકને એવો સખત આઘાત લાગે કે જેથી થોડા દિવસ પછી એ પુત્ર પણ સ્વર્ગે ગયે અને તેથી હું અનાથ અને નિરાધાર થઈ પડી. રાજયના નિયમ પ્રમાણે હવે મારે બધી સંપત્તિ રાજા લઈ લેશે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy