SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૩૫ કેશે કે એવું હળવું સાહિત્ય લખે છે ત્યારે તેઓ તેમની સાથે જોડાતા નથી, પરંતુ “નાટયદર્પણ” કે “ દ્રવ્યાલંકારવૃત્તિ જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ પ્ર તૈયાર કરવામાં બને સાથે કાર્ય કરે છે, એ સૂચક છે. જેસલમેર ભંડારમાંની “ કવ્યાલંકારવૃત્તિ ની તાડપત્ર પરની પ્રત સં. ૧૨૦૨માં લખાયેલી, એથી એ ગ્રન્થ તે પહેલાં લખાયેલું હવે જોઈએ એવું અનુમાન થાય છે. ૧૯ “શતાર્થકાવ્ય 'ના કર્તા સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં પાટણમાં, હેમચન્દ્ર કુમારપાળને કરેલા ઉપદેશના વિષય પર “કુમારપાળપ્રતિબંધ” એ વિશાળ ચન્ય પ્રાકૃત ભાષામાં ર હતા. હેમચન્દ્રના ત્રણ શિષ્ય ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ તે ગ્રન્થ સાવંત સાંભળ્યા હતા, એવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાંથી મળે છે. ૨૦ ૩. મહેન્દ્રસૂરિ હેમચન્ને સંસ્કૃત ભાષાને ચાર કેશની ભેટ ધરી છે––શબ્દોના પર્યા દર્શાવતો “અભિમાનચિતામણિ, વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના શબ્દોને લગતે “નિઘંટુકાશ', દેશ્ય શબ્દોનો કાશ “દેશીનમાલા” અને એક જ શબ્દના નાનાવિધ અર્થો બતાવતે “અનેકાર્થસંગ્રહ '. આ પૈકી પહેલા બે કાશ ઉપર અનુક્રમે દશ હજાર અને ત્રણ હજાર શ્લોકની વિસ્તૃત ટીકાઓ તેમણે લખેલી છે. એમ અનુમાન થાય છે કે “અભિધાનચિતામણિ પરની ટીકા એ હેમચન્દ્રની છેલ્લી કૃતિ હશે, કેમકે “યોગશાસ્ત્ર” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” વિષેના ઉલેખ આપણને તેમાંથી સાંપડે છે. “અનેકા સંગ્રહ” પર ટીકા લખવાની પણ હેમચન્દ્રની યોજના હેવી જોઈએ, પરંતુ એ વિચાર અમલમાં આવી શકે તે પૂર્વે જ તેમનું અવસાન થયું. આથી તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ, ગુરુએ પોતાના જીવનકાળમાં જે કંઈ કહેલું તે ઉપરથી એ ગ્રન્થ ઉપર “અનેકાર્થ કૈરવાકરક મુદો ” એ ટીકા પિતાને ગુરુના નામથી જ લખી છે. ૨૧ હેમચન્દ્રચાર્યને સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો, તે પછી ટૂંક સમયમાં તે લખાઈ હશે એમ ક૯૫ના થાય છે. ૧૯ “જેસલમેર ભંડારની સૂચિ' (ગા. એ. સી. ), પૃ. ૧૧. ૨૦. જઓ “કમારપાલપ્રતિબોધ’ (ગા. એ. સી.), પૃ. ૪૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy