SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ મહેન્દ્રસુરિની આ સિવાય બીજી કઈ કૃતિ જાણવામાં નથી. ૪. વર્ધમાગણી કુમારપાળે બંધાવેલા “કુમારવિહાર'ની પ્રશસ્તિરૂપ “કુમારવિહારપ્રશક્તિ” કાવ્ય પર વ્યાખ્યા લખીને વર્ધમાન ગણીએ એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા હતા. એ વ્યાખ્યાને અંતે તેમણે લખ્યું છે કે અમારું આ કાવ્યના છ અર્થ કરવામાં આવેલા છે, પરંતુ મેં કુતુહલથી તેના ૧૧૬ અર્થ કર્યા છે. ૨૨ આ વસ્તુ વર્ધમાનગણના અદ્દભુત પાંડિત્ય પર પ્રકાશ પાડે છે. ૫. દેવચન્દ્ર હેમચન્દ્રના ગુરુનું નામ પણ દેવચન્દ્ર છે, તેથી “જેનગ્રન્થાવલિ'માં આ દેવચન્દ્રને હેમચંદ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. હેમચન્દ્રના એક શિષ્યનું નામ પણ દેવચન્દ્ર હતું. તેમણે ચન્દ્રલેખવિજયપ્રકરણ” નામનું નાટક લખેલું છે અને તેની હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાં છે. ૨૩ આ નાટકની રચનામાં એક શેષભટ્ટારકે સહાય કરી હતી, એમ તેના અંતમાં ઉલ્લેખ છે. ૨૧ જુઓ સંસ્કૃત હાથપ્રતની શોધને ડે. પિટર્સનને અહેવાલ નં. 1 સને ૧૯૮૨-૮૩, પૃ. ૨૩૩ ઉપર ઉતારેલી પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ. ૨૨. એક વર્ષ પર પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ વ્યાખ્યાની અત્યંત સૂમ અક્ષરોએ લખાયેલી એક સુંદર પ્રત મને બતાવી હતી. શ્રી. સારાભાઈ નવાબે જેનઅનેકાર્થગ્રન્થસ ગ્રહમાં આ કૃતિ પ્રસિદ્ધ કરી છે. (પાટણમાં હેમસારસ્વત સત્ર પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં ઉપરોક્ત સૂક્ષ્માક્ષરી પ્રત મૂકવામાં આવી હતી, તે પ્રદર્શન જેનાર સજજનોના ધ્યાનમાં હશે.) તેમાં કર્તા જણાવે છે– ___ श्रीहेमचन्द्रमरिशिष्येण वर्धमानगणिना कुमारविहारप्रशस्ती काव्येऽमुष्मिन् पूर्व षडर्थे कृतेऽपि कौतुकात् षोडशोत्तरं व्याख्यानं चके। ૨૩. ચંદ્રલેખાવિજયપ્રકરણને અંતે– विद्याम्भोनिधिमन्थमन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः सान्निध्यकरतिविशेषविधये श्रीशेषभधारकः । यस्य स्तः कविपुङ्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा कीर्तिस्तस्य जगतत्रये विजयतात् साद (8) ललीलायिते ।। “ પેર ભંડારની સૂચિ' (ગા. એ. સી.), પૃ. ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy