SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ જિનસ્તવષડશિકા ના આરંભમાં અહંતને વાતચ્ચશ્રીવિત્રીય રામચન્દ્ર નમસ્કાર કરે છે અને “જિનસ્તાત્રીના અંતમાં કહે છે કે स्वतन्त्री देव भूयासे सारमेयोऽपि वर्मनि । मा स्म भूवं परायत्तः त्रिलोकस्यापि नायकः ॥ સત્યહરિશ્ચન્દ્રની પ્રસ્તાવનામાં રામચન્દ્ર ગર્ભિત રીતે પોતાના આનંદના સાધને એક પ્લેટમાં વર્ણવે છે, તે ઉપરથી તેમના મુક્ત માનસને સારી રીતે ખ્યાલ આવી શકશે– सूक्तयो रामचन्द्रस्य वसन्तः कलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैते हर्षवृष्टयः ॥ રામચન્દ્રને નેવનાશ રામચન્દ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબળે ઉપરથી જણાય છે. પ્રબન્ધકારે એનાં ચમત્કારિક કારણ આપે છે. “પ્રભાવકચરિત' લખે છે કે, હેમચન્દ્રાચાર્યો જ્યારે સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે તેમને જિનશાસનમાં “એકદષ્ટિ” બનવાની સૂચના કરી હતી, આથી તેમની જમણી આંખ તત્કાળ નાશ પામી હતી. ૧૧ “પ્રબંધચિન્તામણિકાર જણાવે છે કે, શ્રી પાલ કવિએ રચેલી “ સહસ્ત્રલિંગસરોવરપ્રશસ્તિ' પત્થર ઉપર કોતરવામાં આવી ત્યારે તેનું અલેકન કરવા માટે સર્વે વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સર્વ વિદ્વાને પ્રશસ્તિકાવ્યને સંમતિ આપે તે તમારે એ પર કંઈ ટીકા કરવી નહીં,' એવી સૂચના સાથે હેમચને રામચન્દ્રને તે જેવા મોકલ્યા. પ્રશસ્તિમાં રાજાની મમતા હોવાથી તથા શ્રીપાલ કવિના સે પ્રત્યેના સૈન્યને કારણે સર્વ વિદ્વાને કહેવા લાગ્યા કે સર્વ શ્લેક બરાબર છે અને તેમાંયે શોરોના િયુક્ત રચિત એ ક સુન્દર છે. સિદ્ધરાજે રામચન્દ્રને પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ જરા વિચાર કરવા જેવું છે, અને રોનાપિ વાળા કાવ્યમાં વ્યાકરણ સંબંધી બે દોષ બતાવ્યા. આ વખતે સિદ્ધરાજની નજરે લાગવાથી (સિદ્ગશ્ય સાતઝિલોળ) પાછા વળતાં ઉપાશ્રયમાં પેસતાં રામચન્દ્રની એક આંખ ફૂટી ગઈ૧૨ ૧૧. “પ્રભાવકચરિ: હેમાચાર્ય પ્રબંધ', ક ૧૩૦-૧૪૦. ૧૨. “પ્રબન્ધચિન્તામણિ (ફા.ગૂ. સભાની આવૃત્તિ) પૃ. ૧૦૧-૨-૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy