SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીજી, આદિ વિદ્વાનોના લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. આચાર્ય હેમચન્દ્ર અને તેમનું સાહિત્ય તથા તે સમયના પ્રવાહો વિશે જાણવા આ એક પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથની ગરજ સારે તેવો ગ્રંથ છે. જ્ઞાનના મહાસાગરને વલોવનાર આચાર્યશ્રીની સાધનાનો સમ્યક્ પરિચય આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળે પરિસંવાદો, સંગોષ્ઠિઓ, વિદ્યાસત્રો તો ઘણાં જ ઊજવાય છે. છેલ્લાં વીસ વર્ષના સમયગાળામાં આવા આયોજનની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ જ થતી રહી છે. પણ લેખોનું સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે ત્યારે આ ગ્રંથ એક આદર્શ પૂરો પાડી શકે તેમ છે. ૬૫ વર્ષ પૂર્વે લખાયેલા લેખોમાં વિષયને પૂરતો ન્યાય, નવી માહિતી અને નિષ્ઠા ભારોભાર જોવા મળે છે. એ દૃષ્ટિએ પણ આ નિબંધસંગ્રહ ઉપયોગી છે. પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અનુપલબ્ધ થયો છે. થોડા વખત પહેલાં શ્રીમતી પ્રભાબહેન ચીનુભાઈ શેઠનો આ ગ્રંથ મેળવી આપવા માટે જણાવેલું. પ્રભાબહેન પાટણનાં અને આ સત્ર ઊજવાયું ત્યારે તેઓશ્રી ત્યાં ઉપસ્થિત હતાં તે સમયે તેમની ઉંમર ૧૮ વર્ષની હતી. આજે ૮૪ વર્ષે પણ તે સમયની ઘટનાઓનું વર્ણન કરતાં આંખોમાં ચમક, મુખ ઉપર આનંદની ઊર્મિઓ અને મન પુલકિત બની ઊઠે છે. તેમની ભાવના ગ્રંથ વાંચવાની હતી તેથી શોધ આરંભી, પાટણના ધનવાનો માત્ર ધન કે વૈભવની જ નહીં પણ વિદ્યા સાચવી રાખવામાં પણ આગ્રહી રહ્યા છે. તેની પ્રતીતિ તેમની આ ગ્રંથને પ્રાપ્ત કરવામાં અને તેને પુન:પ્રકાશિત કરવામાં જણાઈ આવે છે. હૈમ સારસ્વત સત્રને સફળ બનાવવામાં હેમચન્દ્રભાઈ મોહનલાલ ઝવેરીનું અને એ ચારે ભાઈઓનું પ્રમુખ યોગદાન હતું. પિતાશ્રી મોહનલાલ મોતીચંદની સ્મૃતિમાં તેમનું બાવલું ત્યાં મૂક્યું છે. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી મ. સા.ની પ્રેરણા મળતાં સુશ્રાવક શ્રી હેમચન્દ્રભાઈની ઇચ્છા હતી કે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન હસ્તપ્રતોનું સંરક્ષણ થાય તે માટે સુંદર સ્મારક રચાય. આ કામ તેમણે પોતાના ભાઈ મણિલાલભાઈને સોંપ્યું. આ માટે તેમણે બેલ્જિયમના સુપ્રસિદ્ધ સ્થપતિ શ્રી જાસ્પરનો સંપર્ક સાધ્યો. તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy