________________
દ્વિતીય ખંડમાં હૈમ સારસ્વત સત્રમાં તત્કાલીન સમર્થ વિદ્વાનો દ્વારા હેમચંદ્રાચાર્યના જીવન અને તેમની સાહિત્ય સાધના વિશેના ૨૩ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૬૫ વર્ષ પૂર્વે લખાયેલા લેખો આજે પણ ઘણી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતીની અસ્મિતાનો પાયો નાંખનાર મહાન જ્યોતિર્ધર હતા. કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામ્યાં હતા. ગુજરાતી સાહિત્યકોના શિરોમણિ સમાન આચાર્ય હતા. તેમના જીવન વિશેના લેખ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યમાં જાણીતા ઇતિહાસવિદ્ શ્રી મોહનલાલ દબીચંદ દેસાઈએ સંક્ષિપ્તમાં ઘણી ઘટનાઓ અને વિશિષ્ટતાઓનો સમાવેશ કરતું જીવન વર્ણવ્યું છે. હેમચંદ્રાચાર્યની સમદર્શિતા અને સાહિત્યસર્વજ્ઞતા વિશે જણાવતા તેમના યુગને ‘“હૈમયુગ” એવું અન્વર્થક નામ આપ્યું હતું. મુનિશ્રી પુણ્યવિજયજીએ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્ય સર્જનનો ખ્યાલ આપ્યો છે. કલિકાલસર્વજ્ઞ બિરુદ વિશે કહ્યું છે કે, દેશવિદેશના લાખો જ નહીં બલકે કરોડો કે અબજો વર્ષનો ઇતિહાસ એકઠો કરવામાં આવે તોપણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા નિર્લેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસસર્જક, રાજનીતિ નિપુણ, વ્યવહારજ્ઞ, વર્ચસ્વી, પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિ મુશ્કેલ બને અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરુદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ભાઈલાલભાઈ પ્ર. કોઠારી, ભોગીલાલ જ. સાંડેસરા, આદિએ તેમના જીવનની ઘટનાઓ વિશે તથા શિષ્ય મંડળ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. શ્રી જિનવિજયજીએ કુમારપાળ વિશેની ઐતિહાસિક માહિતી આપી છે. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ હેમચંદ્રાચાર્યની કૃતિઓનો પરિચય આપ્યો છે. કેશવલાલ કામદારે ગુજરાતના સોલંકી યુગ વિશે જણાવ્યું છે. આ ઉપરાંત કૃષ્ણલાલ મો. ઝવેરી, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, રામલાલ ચુનીલાલ મોદી, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, મુનિશ્રી દર્શનવિજયજી, કનૈયાલાલ ભાઈશંકર દવે, પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી, ચતુરભાઈ શંકરભાઈ પટેલ, કેશવરામ કા.
Jain Education International
93
For Private & Personal Use Only
www.jainelibrary.org