SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૧૫ ઈચ્છાથી તે પૂછે છે કે “ આ ગ્રંથ શી બાબતને છે?” પંડિતો કહે છે કે “મહારાજ ! ઉજજયિનીપતિ મહારાજ ભેજનું રચેલું આ નિરુક્ત સંબંધી પુસ્તક છે.” સાહિત્યપ્રેમી સિદ્ધરાજ એ સાંભળી સહજ પ્લાનિ પામે છે. તે કહે છે, “મારા રાજ્યમાં આટલા બધા પિડિતે હોવા છતાં મારા ગ્રંથભંડારમાં આવા અમૂલ્ય ગ્રંથ નથી એ શેકનો વિષય છે!” આસપાસ બેઠેલા વિદ્વાને ઝાંખા પડી જાય છે. સૌની નજર સૂરિ હેમચંદ્ર તરફ વળે છે. વિદ્વાનોના મનને તેમજ રાજાના મનને ભાવ સમજી ગયા હોય તેમ એ આચાર્ય શ્રેષ્ઠ ઊભા થઈ ભ ત્સાહ સિદ્ધરાજને આશ્વાસન આપતા હોય તેમ કહે છે: “રાજન ! આપે ખિન્ન થવાનું જરા પણ કારણ નથી. મને જોઈતી પોથીસામગ્રી પૂરી પાડવાની આપ રાજ્યના કર્મચારીઓને આજ્ઞા કરશે એટલે થોડા જ સમયમાં આપની ઉજવળ કીર્તને શોભે તેવો વ્યાકરણગ્રંથ રચવાનું હે માથે લઉં છું.” હેમચંદ્રના આ પ્રોત્સાહન – વયથી રાજાના મુખપરનું વિષાદવાદળ દૂર થાય છે, અને જયઘોષણું સાથે રાજસમાનું વિસર્જન થાય છે. જે કાળમાં પ્રવાસ પારાવાર મુશ્કેલીઓ અને સંકટોથી પૂર્ણ થતે તેવા સમયમાં પણ જુદા જુદા પ્રદેશમાંથી ઉપલબ્ધ વ્યાકરણની અનેક પ્રત મંગાવાય છે, જુદી જુદી પદ્ધતિઓ સમજનાર વિદ્વાનોને પાટણને વડલે બેલાવવામાં આવે છે અને એક જ વર્ષમાં સિદ્ધરાજની કીતિને દેશાંતરમાં ફેલાવનાર “સિદ્ધહેમચંદ્ર' વ્યાકરણની અપૂર્વ રચના થાય છે. પાંચ વિભાગમાં વહેંચાયેલું, બત્રીસ અક્ષરને એક શ્લેક એવા સવાલાખ કેને બનેલે એ મહાગ્રંથ સિદ્ધરાજની અને હેમચંદ્રની યશ કાયાને જરા મરણના થી મુક્ત એવું અમરત્વ અપે છે. રાજમહાલયમાં અને નગરમાં ફરી એકવાર અનેરા ઉત્સાહનાં પૂર રેલાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ આજે આચાર્ય હેમચંદ્રવિરચિત “સિદ્ધહેમચંદ્ર' વ્યાકરણરૂપી અમૂલ્ય ગ્રંથને ખૂબ સન્માન આદિથી વિધિપૂર્વક રાજભંડારમાં પધરાવવાના છે. નિયત સમયે જુદાં જુદાં વાદ્યો વગાડનારાઓના સંઘ સહિત પરજનેના મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy