SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ અવનિને પવિત્ર કરનાર, અદ્વિતીય જંગમતીર્થ, સ્યાદ્વાદરૂપી ગંગાને પ્રકટાવવામાં હિમાચલ જેવા, વિશ્વને પ્રબંધ કરવામાં સર્ય જેવા, જેઓ “સ્થાનકવૃત્તિ” અને “શાંતિ-ચરિત'( વિ. સં. ૧૧૬૦માં ખંભાતમાં જયસિંહના રાજ્યમાં બારહજાર મલેકપમાણે પ્રાકૃત મહાકાવ્ય)ની રચના કરીને પરમ પ્રસિદ્ધિ પામ્યા હતા, તેઓ અત્યંત તપસ્વી અને પ્રભાવશાલી દેવચંદ્રસૂરિ ગયા; તેમના ચરણ-કમલને સેવતા ભ્રમર જેવા, તથા તેમના પ્રસાદથી સાન-સંપત્તિ અને મહદય પ્રાપ્ત કરનાર આચાર્ય હેમચંદ્ર થયા.” એવી રીતે પોતાનો નમ્ર પરિચય કરાવ્યો છે – " शिष्यस्तस्य च तीर्थमेकमवनेः पावित्र्यकृज्जङ्गमं स्याद्वाद-त्रिदशापगा-हिमगिरिविश्वप्रबोधार्यमा । कृत्वा स्थानकवृत्ति-शान्तिचरिते प्राप्तः प्रसिद्धिं परां सूरि रितपः-प्रभाववसतिः श्रीदेवचन्द्रोऽभवत् ।। आचार्यो हेमचन्द्रोऽभूत् तत्पा[स्प]दाम्बुज-षटपदः । तत्प्रसादादधिगतज्ञानसम्पन्महोदयः ॥" તેમના યોગશાસ્ત્રમાં હિંસા-નિષેધ, તથા માંસ, મદિરા, શિકાર, વગેરેના ત્યાગ માટે અનેક ઉપદેશો તથા શ્રાવકને આચાર પણ દર્શાવેલ છે. પરમાહર્ત શ્રીકુમારપાલ ભૂપાલે સાંભળવા ઇછ્યું હતું, એથી એ જ ચાલુક્ય મહારાજાની અભ્યર્થનાથી તેમણે આ “યોગશાસ્ત્ર”ની રચના કરી હતી. તથા એ “અધ્યાત્મપનિષદ્' નામના પટ્ટબંધવાળા ઉત્તમ ઉપદેશમય બાર પ્રકાશથી શોભતા પજ્ઞ “યોગશાસ્ત્રની વૃત્તિ (બાર હજાર શ્લોક પ્રમાણુ) પણ એ જ મહારાજાની પ્રાર્થનાથી પ્રેરાઈને તેઓએ રચી હતી, તે ઉલેખ ત્યાં કર્યો છે – " या शास्त्रात् स्व[सु]गुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित् योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद् आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ।। તથા વિવરણના અંતમાં " इति श्रीपरमाईतश्रीकुमारपालभूपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रविरचितेऽध्यात्मोपनिषन्नाम्नि सञ्जातपट्टबन्धे श्रीयोगशास्त्रे स्वोपज्ञं द्वादशप्रकाशविवरणं समाप्तम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy