________________
૯૬
ગુજરાતી સાહિત્ય પરિષદ
જે કૃપાસિંધુના સુમધુર સદુપદેશે અને સદાચરણે તથા સર્વેપ્રાણિ – હિતકર શુભ પ્રેરણાએથી ગૂર્જરેશ્વરના વિશાલ સામ્રાજ્યમાં – તેના અધીનના ૧૮ દશામાં અભય – દાનતી ઉર્દ્ધાષણાઓ પ્રકટ થઈ અને અમારિ – પટહા વાગ્યા; જેથી કૃપાપાત્ર અવાચક પશુ – પક્ષી - જાતિ અને જલચર જંતુ – જાતિ પણ દૂર કર્મ કરનારાઓના ત્રાસથી મુક્ત થઈ, જેમના પ્રભાવે દિગદિગતની અન્ય પ્રા પણ અહિંસાને ઉચ્ચ આદર્શ શીખી.
-
સિદ્ધપુરમાં સિદ્ધવિહાર, અણુહિલવાડ પાટણમાં રાજ – વિદ્વાર, ત્રિભુવન – વિહાર અને પાટણ, દેવાયતન, થારાપદ્ર (થરાદ), લાટાપલ્લી ( લાડાલ ), જાવાલિપુર (જાલાર) વગેરેમાં અનેક કુમાર – વિદ્વારા (જિન – ચૈત્યા ) દ્વારા ગુજરાતને શણગારવામાં અને ધમ' પ્રેમી બનાવવામાં જેમની ઉચ્ચ પ્રકારની શુભ પ્રેરણાએ સલ થઈ.
કુમારપાલના આદેશથી દંડનાયક અભયે તરગામાં કરાવેલ અજિત જિનેન્દ્રનું ઊંચું મનેાહર મંદિર, કુમારપાલને ધર્માચાર્ય હેમચંદ્રાચા સાથે પરિચય કરાવનાર માન્ય અમાત્ય વાગ્ભટે ( મહત્તમ ખાહડદેવે) વિ. સં. ૧૨૧૩ માં કરાવેલા શત્રુંજયના ઉદ્ધાર, તથા જેની ઉત્તમતા અને કર્તવ્ય – દક્ષતાની પ્રશસ્તિ રાજ – માન્ય કવીશ્વર સિદ્ઘપાલે ઉચ્ચારી હતી, તે સેરના અધિપતિ દંડનાયક અંખડે ( આત્રે) કુમારપાલની આજ્ઞાથી ઉજ્જયંત ( ગિરનાર ) પર સ્ત્રીઓ, બાળકા વૃદ્ધો અને માંદાએથી પણ સહેલાઈથી જઈ શકાય તેવી, વિસામા વગેરે ચેાજનાવાળી કરાવેલી પદ્યા ( પાજ – રચના વિ. સં. ૧૨૨૨, ૧૨૨૩), તથા કુંકાધીશ મલ્લિકાર્જુન પર વિજય મેળવી દક્ષિણને અનુપમ રાજ – વૈભવ ગૂર્જરેશ્વરને ભેટ કરનાર એ જ અંબડે ભરૂચમાં કરાવેલ શકુનિકા – વિહાર નામના મુનિસુવ્રત -- પ્રાસાદના ઉદ્ધાર એ વગેરેમાં તે આચાર્ય શ્રીહેમચંદ્રની શુભ પ્રેરણાઓ હતી – એ આપણે ન ભૂલી શકીએ. કાલ – ભલે આજે એનાં સ્મૃતિ – ચિહ્નો પલટાઈ ગયેલા સ્વરૂપમાં હાય – તેા પણ તત્કાલીન ઋતિહાસમાં તેના ઉલ્લેખા છે.
જેમના સુજન્મ ( નામ યંગદેવ )થી ધંધૂકાની ધરણી ધન્ય થઈ (વિ. સં. ૧૧૪૫ કા. શુ. ૧૫) માતા પા(ચા)હિણી સાચા ધન્યવાદને પાત્ર થઈ, પિતા ચચ્ચ અને મામા નૈમિ નામાંકિત થયા, મેઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org