SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ વણિકની જ્ઞાતિ કૈઢ તરીકે પંકાઈ. જેમની પ્રત્રજ્યા (વિ. સં. ૧૧૫૪ નામ સેમચંદ)થી સ્તંભતીર્થ (ખંભાત)ની ભૂમિ ભાગ્યશાલી થઈ. જે સુશિષ્યના સદ્દભાવે ગુરુ દેવચંદ્રસૂરિ દેવની જેમ વંદનીય થયા. જેમના સૂરિપદ (વિ. સં. ૧૧૬૬)ને મહત્સવ કરવાનું માન નાગપુરની જનતાને મળ્યું. જેમનાં પવિત્ર દર્શન કરવાનું અને અમૃત જેવાં મધુર વચને શ્રવણ કરવાનું વિશેષ સદ્દભાગ્ય-સાંનિધ્ય ગુજરાતની તત્કાલીન રાજધાની (અણહિલવાડ પાટણ)ને પ્રાપ્ત થયું. જેમના દિવંગત (વિ. સં. ૧૨૨૯) થવાથી તત્કાલી વૈદુષ્ય આશ્રય વિહીન થયું, એમ કવિઓએ ઉચ્ચાર્યું. ગુજરાતના એ સપૂત મહાન વિદ્વાન આચાર્ય શ્રી હેમચંદ્રનું સ્મારક આપણે શું કરી શકીએ? તેમના સાહિત્ય-સેવાના અને સદ્દભાવનાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરી નામને દીપાવે તેવા પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર, તેના “નાટયદર્પણ-વિવરણું', અને “દ્રવ્યાલંકારવૃત્તિ માં સહકાર કરનાર ગુણચંદ્ર, તેમના “અનેકાર્થ-કેશને કૈરવાકરકૌમુદી'થી વિકસાવનાર મહેન્દ્રસૂરિ, “સિદ્ધહેમશબ્દાનુશાસન” પર ન્યાસ રચાવનાર ઉદયચંદ્ર, કુમારપાલ, “(જિનધર્મ)પ્રતિબોધ ગ્રંથ શ્રવણ કરનાર વર્ધમાનગણી, ચંદ્રલેખા-પ્રકરણકાર દેવચંદ્રમનિ, અને પ્રતિષ્ઠાદિ કાર્યમાં સાહાય કરનાર યશશ્ચંદ્ર જેવા ગુરુભક્ત વિદ્વાન શિષ્યો ગુજરાતને અર્પણ કરી પરલેક-પ્રવાસી થયા છતાં જેઓ યશદેહે અદ્યાપિ અમર છે. અજયદેવરાજાના માન્ય રાજનીતિના મંત્રીશ્વર કવિ યશપાલે મેહરાજપરાજય નાટક (રચના વિ. સં. ૧૨૩૦-૩૨ : ગ.એ. સિ. પ્ર)દ્વારા, સમપ્રભાચાર્યો “કુમારપાલચરિત' ( રચના વિ. સં. ૧૩૩૪)માં, મેરૂતુંગસૂરિએ “પ્રબંધચિંતામણિ (રચના વિ. સં. ૧૩૬૧)માં, રાજશેખસૂરિએ “પ્રબંધકેશ” (રચના વિ. સં. ૧૪૦૫)માં, જયસિંહરિએ “કુમારપાલચરિત-મહાકાવ્ય (રચના વિ. સં. ૧૪૨૨)માં, જિનમંડનગણુએ “કુમારપાલપ્રબંધ (રચના વિ. સં. ૧૪૯૨)માં ૧ “વૈષે વિતાબથે તિતિ શ્રી વિમ્ ” – –પુરહિત કવિ સંમેશ્વર૨. વિશેષ માટે લેખકની “નલવિલાસ-નાટક (ગા. એ. સિ.)ની પ્રસ્તાવના જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy