SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન હેમચંદ્રાચાર્ય : લેખક : શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા (અમદાવાદ ખાતે શ્રી. જૈન સંઘના આશ્રય નીચે હેમચંદ્ર જયંતિ પ્રસંગે અપાયેલું ભાષણ) શ્રીમદ હેમચંદ્રાચાર્યની જયન્તીને આ મંગળ અને આનંદપૂર્ણ પ્રસંગે મારા જેવા હેમચંદ્રાચાર્યના સાહિત્ય તેમ જ તત્કાલીન ઈતિહાસથી અનભિજ્ઞ માણસને બોલવાને કશે પણ અધિકાર હેઈ ન શકે. આમ છતાં મને આ પ્રસંગે બેલવાની આજ્ઞા થઈ છે તેનું એક જ કારણ હું કલ્પી શકું છું અને તે એ કે આજના પ્રસંગને ઉદ્દેશ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનું ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુઓથી નિરૂપણ કરવાને હેઈને અહીં પંડિતનું દષ્ટિબિન્દુ રજૂ થાય એ જેટલું જરૂરી છે તેટલું જ મારા જેવા અપંડિતનું દૃષ્ટિબિન્દુ પણ અહીં રજૂ થાય એ જરૂરી સમજવામાં આવ્યું હશે, અને તે કારણે અને તે અધિકાર ઉપર જ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. જૈનધર્મના ઈતિહાસમાં અનેક વિદ્વાન અને પ્રતાપી આચાર્યો થઈ ગયા છે તે સર્વમાંથી જેવી રીતે વીસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ જુદા પડે છે તેવી રીતે હેમચંદ્રાચાર્ય અન્ય જૈનાચાર્યોથી જુદા તરી આવે છે. ભગવાન ઋષભદેવને બાદ કરતાં અન્ય તીર્થકરોના ચરિત્રો જોતાં દરેક તીર્થકરના જીવનમાં લગભગ એક સરખો ક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy