SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ માલુમ પડે છે. તેઓ અમુક કાળે જમ્યા, અમુક કાળે દીક્ષા લીધી, અમુક કાળે તેમને કેવળજ્ઞાન થયું અને અમુક કાળે તેઓ નિર્વાણ પામ્યા. કેવળજ્ઞાન પહેલાને સર્વ સમયે તેઓએ લગભગ આત્મસાધના પાછળ વ્યતીત કર્યો હોય છે, અને તે દરમિયાન જનસમાજના સીધા સંપર્કમાં આવવાનું તેમના માટે ભાગ્યે જ કાંઈક બન્યું હોય છે. ભગવાન ઋષભદેવની બાબતમાં તેથી જુદે જ ક્રમ જોવામાં આવે છે. આજની સર્વ સામાજિક રચનાના તેઓ આદ્યરચયિતા લેખાય છે. પિતાની બે પુત્રીઓમાં એકને અંકવિદ્યા અને બીજીને અક્ષરવિદ્યા શિખવીને તેમણે જ્ઞાસાહિત્યને પ્રારંભ કર્યો; લગ્નસંસ્થા દાખલ કરીને નવી સમાજ વ્યવસ્થા ઊભી કરી; લેકેને કૃષિવિદ્યા શિખવી; કુંભારને ઉદ્યોગ શિખવ્યો; રાંધતાં અને પકવતાં શિખવ્યું. આમ બીજા તીર્થકરોએ જ્યારે લોકોને નિર્વાણવિદ્યા શિખવી ત્યારે ભગવાન ઋષભદેવે લોકોને જીવનવિદ્યા શિખવી. આવી જ રીતે હેમચંદ્રાચાર્યું પણ તત્કાલીન સમાજજીવનમાં તેમ જ રાજકારણમાં ખૂબ રસ લીધે એટલું જ નહીં પણ સારી રીતે સક્રિય ભાગ લીધે. ગુજરાતના તત્કાલીન રાજકારણ વિદ્વાનમાં તેઓ અગ્રેસર હતા. સિદ્ધરાજ જયસિંહ ઉપર તેમણે બહુ સારી લાગવગ જમાવી હતી અને કુમારપાળ તો તેમનું જ સર્જન હતા. આ રીતે અહિક જીવનમાં આવડું મોટું પરાક્રમ દેખાડનાર હેમચંદ્રાચાર્યને તોલે આવે તેવા બીજા કોઈ જૈનાચાર્ય દેખાતા નથી. આ રીતે વિચારતાં હેમચંદ્રાચાર્યું પણ લેકે પાસે શુષ્ક નિર્વાણ અને મેક્ષની વાત કરી નથી, પણ પ્રાણવાન જીવનને બંધ આવે છે અને એવું જ જીવન જીવી બતાવ્યું છે. જૈન સાધુના જીવનના અનેક અટપટા નિયમ ઉપનિયમોની જટિલતા વિચારતાં એવું જીવનવ્રત સ્વીકારનાર કઈ પણ વ્યક્તિ ઐહિક દષ્ટિએ આવડી મોટી પ્રરાક્રમશાળી કેમ બની શકે એ એક ભારે આશ્ચર્યજનક બીના છે. કારણ કે સર્વ સાધારણ સમજણ મુજબ જૈન સાધુનું જીવન નિવૃત્તિપરાયણ અને એકાંત આત્મલક્ષી કલ્પવામાં આવે છે. તેઓને કોઈ પણ બાબતમાં આદેશ આપવાને પણ નિષેધ હોય છે. આવા જીવનને રાજકારણ સાથે કરશે મેળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy