SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ આચાર્યપદ બાળમુનિ શ્રી. સેમચંદ્ર બાળક હોવા છતાં આબાળસ્વભાવી ઉત્તમ સંસ્કારસંપન્ન મહાપુરુષ હતા. એ જ કારણે તેમના બાળસ્વભાવ – સુલભ ચંચળતા આદિ ગુણએ તેમને વિદ્યાભ્યાસ અને ત્યાગ – સંયમને આદર્શ સાધવામાં ખૂબ જ સહાય કરી હતી. બાલ્યાવસ્થાથી જ તેઓશ્રી જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્તવાળા હતા. એમના એ વિશિષ્ટ ગુણોનો પરિચય આપણને એમના બાળજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી સહેજે મળી રહે છે. એમને, ઊડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ તપઃપ્રભાવ અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે – પ્રભાવશાળી ગુણે જોઈ ગુરુદેવ આચાર્ય શ્રી. દેવચંદ્રસૂરિ અને શ્રીસથે મળી સંવત ૧૧૬૨ માં સત્તર વર્ષની ઉમ્મરે પહોંચેલા બાળમુનિ શ્રી. સોમચંદ્રને આચાર્યપદ ઉપર સ્થાપન કર્યા અને એમનું નામ સેમચંદ્રને બદલે હેમચંદ્ર રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રી હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. ગૂર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ ભગવાન હેમચંદ્રચાર્ય દેશવિદેશમાં વિહાર કરતા કરતા અને સ્થાનમાં પિતાના ત્યાગ અને પાંડિત્યના સૌરભને વેરતા વેરતા અનુમે ગૂર્જરેશ્વરની રાજધાની પાટણ નગરમાં પધાર્યા. એમના પાટણના નિવાસ દરમિયાન લેકસમુદાયમાં અને વિદ્વર્ગમાં તેમના ત્યાગ, તપ, પાંડિત્ય વગેરે ગુણોની ખ્યાતિ ખૂબ વધી. છેવટે આ બધા ય સમાચાર ગૂજરાતના પ્રાપ્રિય માન્ય વિદ્વાન મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવની રાજસભામાં પણ પહોંચી ગયા અને વિદ્વાન ગૂર્જરેશ્વરે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યને ઉત્કંઠાભર્યા હદયે આમંત્રણ મેકહ્યું. આચાર્યશ્રીએ પણ ધર્મભાવનાની વૃદ્ધિ વગેરે ધ્યાનમાં લઈ એ આમંત્રણને કબૂલ રાખ્યું અને ગૂર્જરેશ્વરને દર્શન આપવા માટે પિતે તેમના સ્થાનમાં ગયા. ભગવાન શ્રી. હેમચંદ્રનાં દર્શન અને વચનામૃતનું પાન કરી ગૂર્જરેશ્વર એટલા પ્રસન્ન થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રસંગે પ્રસંગે પિતાને ત્યાં પધારવા માટે ભાવભીને આગ્રહ કર્યો. આચાર્યશ્રી પણ હે.સા.સ.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy