________________
શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ વાત સંપૂર્ણ રીતે સત્ય હોવા છતાં સામાન્ય પ્રજા તેમના વિષેની આ જિજ્ઞાસાને રોકી શકતી નથી; એટલે સૌ પહેલાં અહીં ભગવાન શ્રી. હેમચંદ્રના જન્મસ્થાન આદિને પરિચય આપવામાં આવે છે.
ભગવાન શ્રીહેમચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિકી પૂનમને દિવસે ધંધુકામાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ચાચિગ હતું, માતાનું નામ પાહિણી હતું અને તેમનું પિતાનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની જ્ઞાતિ મેઢ હતી.
ભવિષ્યવાણી શ્રી. હેમચંદ્રના જન્મ પહેલાં તેમના ગુરુ ભગવાન શ્રી દેવચંદ્રસૂરિનાં દર્શન તેમના માતા – પિતાને થયાં હતાં. જેઓ ચંદ્રગચ્છમુકુટમણિ અને પૂર્ણતલગચ્છના પ્રાણ સમા હતા, તે વખતે તેમણે ચાચિગ અને પાહિણીને જણાવ્યું હતું કે, “તમારે પુત્ર જૈનશાસનને ઉદ્ધારક મહાપ્રભાવક પુરુષ થશે.”
બાલ્યકાળ અને ગૃહસ્થ જીવન આચાર્ય હેમચંદ્રના બાલ્યકાળ અને ગૃહસ્થજીવન વિષે આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ કે, ચંગદેવ બાળક (ભાવિ હેમચંદ્રાચાર્ય) પાંચ વર્ષ થયા ત્યારે, એક વખત તે તેની માતા સાથે દેવમંદિરમાં દર્શન કરી ગુરુવંદન માટે ઉપાશ્રયે ગયે. આ પ્રસંગે ચંચળ સ્વભાવને બાળક ચંગદેવ, વિહાર કરતા કરતા ત્યાં (ધંધૂકામાં) આવીને રહેલા શ્રી. દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી ગયો. આ સમયને લાભ લઈને આચાર્યું બાળકનાં લક્ષણો જોઈ લીધાં અને તેની માતાને તેના જન્મ પહેલાં પોતે કહેલી વાત યાદ કરાવી.
શિષ્યભિક્ષાની યાચના આચાર્ય શ્રી. દેવચંદ્રસૂરિએ ચંગદેવમાં જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ તરીકેની યોગ્યતાનાં દરેક શુભ ચિહને અને સ્વાભાવિક ચપળતા જોયા પછી સંઘના આગેવાન ગૃહસ્થોને બોલાવ્યા અને કેટલીક વાતચીત કરીને તેમને સાથે લઈ તેઓશ્રી ચાચિગ અને પાહિણીને ઘેર ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org