________________
સ્થવિરાવલી
૫૯
તે દરમિયાન સિન્થસૌવીરનો રાજા ઉદાયી, બનારસનો રાજા અલખ, કંપિલપુરનો રાજા સંયતિ, દશાર્ણપતિ દશાર્ણભદ્ર, સુગ્રીવ નગરનો રાજા બલભદ્ર, કુરરાજા ઋષિશિવ, મહારાજા વીરાંગ, મહારાજા વીરજસ વગેરે રાજાઓ, વિશાલાની રાજકન્યાઓ, અંગદેશની રાજકન્યા ચંદનબાળા, મહારાજા શ્રેણિકની ર૩ રાણીઓ, યુગબાહુની રાણી, મહારાજા શતાનીકની પટ્ટરાણી, રાજકુમારી જ્યની, રાજગૃહીના રાજકુમારો મેઘકુમાર વગેરે, સુદર્શનનગરનો રાજકુમાર, પોલાસપુરનો રાજકુમાર અઈમત્તો, આÁ દેશનો રાજકુમાર આર્દ્રક તથા સુબાહુ વગેરે ૧૦ રાજકુમારોએ જૈન દીક્ષા સ્વીકારી, તેઓ ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં દાખલ થયાં હતાં.
મગધરાજ શ્રેણિક, મગધપતિ કોણિક, મગધેશ ઉદાયી, વિશાલાપતિ મહારાજા ચેટક, ગણરાજા શંખ, અવતીરાજ ચંડપ્રદ્યોત, અંગપતિ દધિવાહન, સુદર્શનનગરનો રાજા યુગબાહુ, પોલાસપુરનો રાજા વિજયસેન, કુંડગ્રામપતિ ગણરાજા નંદિવર્ધન, વત્સરાજ શતાનીક, આમલકપ્પાનો શાસક સેત, કૈકય (શ્વેતાંબિકા)નો રાજા પ્રદેશી, પાવાપુરી-શાસક ગણરાજા હસ્તિપાલ, કુરુરાજા અદિતશત્રુ, ઋષભપુરપતિ ધનબાહુ, વીરપુરનો રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરપતિ વાસવદત્ત, સૌગન્ધિકાપતિ અક્ષતિહત, કનકપુરપતિ પ્રિયચંદ્ર, મહાપુરનરેશ બલ, સુઘોષનગરપતિ અર્જુન, ચપેશ દત્ત અને કોશલરાજ મિત્રનંદિ વગેરે વગેરે સપરિવાર ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો હતા.
ઉપકેશગચ્છ પટ્ટાવલી : (પાર્શ્વનાથ સંતાનીય)
શ્રીકેશી ગણધર ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞામાં આવી ગયા. તેમણે ઉપકેશગચ્છની સ્થાપના કરી હતી, તેમની આ પટ્ટાવલી-શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે.
૧. શ્રીસુભદત્ત ગણધર - ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધરોમાંના મુખ્ય ગણધર, જેઓ પોતાની પાટે આ. હરિદત્તને સ્થાપીને મોક્ષે પધાર્યા.
૨. આ. હરિદત્તસૂરિ ૩. આ. સમુદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org