SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ સ્થવિરાવલી મળી આવ્યો હતો જેની એક બાજુએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રી મીર/ગુચ આવું વાક્ય આલેખેલું છે. તેનો સમય વિક્રમ ઠા સૈકાનો ઠરે છે. અક્ષરોની આકૃતિ પરથી અને નામની સરખામણી ઉપરથી આ શિક્કો કોઈ ગુસવંશી રાજાનો જ હોવો જોઈએ. શિક્કા પાછળની મૂર્તિ પરથી જે રાજાનો હોય તેની ધાર્મિક ભાવના જણાય છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના શિકાપર યજ્ઞીય અશ્વની, વિષ્ણુભક્તના પર લક્ષ્મીની, શિવભક્તના પર વૃષભની, બૌદ્ધના પર ચૈત્યની આકૃતિઃ એમ ધર્મભાવના પ્રમાણે આકૃત્તિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. તો ઉક્ત હરિગુપ્તના સિક્કા પરની કલશની આકૃતિ તે જૈનધર્માનુયાયી હોય એમ પુરવાર થાય, કારણકે પુષ્પ સહિત કલશ એ જૈનોમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જૈનોએ કુંભકલશને એક માંગલિક વસ્તુ ગણેલી છે; અને દરેક મંગલકાર્યમાં શુભ ચિહ્ન તરીકે તેનું મુખ્યપણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશણ સમયના જૈન સ્થાપત્યાવશેષોમાં આ કુંભકલશની આકૃતિઓ મળી આવે છે, અને જૂનાં હસ્તલિખિત પુસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે- જિનવિજ્યનો કુવલયમાલાપરનો લેખ. ૧૮૪. આચાર્ય હરિગુમના પ્રશિષ્ય અને દેવગુમના શિષ્ય શિવચંદ ગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થ યાત્રાના નિમિત્તે ફરતા ફરતા છેવટે ભિન્નમાલ નગરમાં સ્થિર થઈ રહ્યા હતા. શિવચંદ્રમણિના શિષ્ય યક્ષદત્તગણિ થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામ ઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યો હતો (કુવલયમાલા પ્રશસ્તિ). આ ઉલ્લેખ જૈન મંદિરોના ઈતિહાસની દષ્ટિએ ઘણો અગત્યનો છે. જૈનોના સાંપ્રદાયિક ઈતિહાસમાં ચૈત્યવાસ વિષેની જે હકીક્ત નોંધાયેલી મળી આવે છે તેના વિષે આ ઉલ્લેખ ઘણો સૂચક છે, તેમજ સાતમા સૈકામાં ગુજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા, અને તેમની યાત્રાર્થે દૂરદૂરથી જૈનો ગૂર્જર દેશમાં આવતા હતા એ બાબત પણ આ નોંધથી સ્પષ્ટ થાય છે. (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૧૮૫. ઉક્ત યક્ષદર ગણિના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) ક્ષમાશ્રમણ હતા જેમણે આગાસવપ્ન (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બંધાવરાવ્યું. (કુવલયમાલા પ્રશસ્તિ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy