________________
સ્થવિરાવલી
૪૫
૧૭૫. અગાઉ જણાવેલ પાટલિપુત્ર સંઘ-પરિષાં જૈન સૂત્રોઆગમોને બને તેટલા સંકલિત કરવામાં આવ્યા હતાં, છતાં તે કૃતિની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ-એટલે ત્યાર પછી, વીર નિર્વાણથી છઠ્ઠી સૈકામાં – પાટલીપુત્ર પરિષથી લગભગ ચારસો વર્ષે – આર્ય શ્રી સ્કંદિલ૧૦૯ અને વજ" સ્વામિની નિકટના સમયમાં એક બીજી ભીષણ બારદુકાળી આવી. તે હકીક્તનું વર્ણન આપતાં જણાવવામાં આવે છે કે - “બાર વર્ષનો ભયંકર દુકાળ પડયે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થલે હડતાફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ ગુણન અને ચિંતન ન કરી શક્યા, એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરી વાર સુકાળ થયો, ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત કર્યું.” આ દુકાળે તો માંડ માંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધાર શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયું હોવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલ સંકલનને “માથુરી વાચના” કહેવામાં આવે છે. મુનિ કલ્યાણવિજય કહે છે કે આ વાચના વીરાત્ ૮ર૭ અને ૮૪૦ની વચ્ચેના કોઈ વર્ષમાં યુગપ્રધાન આચાર્ય સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મથુરા નગરીમાં થઈ હતી. તેથી તેને માધુરી વાચના' – કહેવામાં આવી છે. તે સૂરિ વિદ્યાધર આમ્નાયના ને પાદલિપ્તસૂરિની પરંપરાના સ્થવિર હતા. જે રીતે ભદ્રબાહુસ્વામિના સમયમાં દુર્ભિક્ષના કારણે મૃતપરંપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી તે રીતે આચાર્ય સ્કંદિલના સમયમાં પણ દુષ્કાળને કારણે આગમશ્રત અવ્યવસ્થિત થઈ ગયું હતું, કેટલાક શ્રતધર સ્થવિર પરલોકવાસી થયા હતા. વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન-પાઠનની પ્રવૃત્તિઓ બંધ થતી જતી હતી. આ સમયે તે પ્રદેશમાં આચાર્ય સ્કંદિલ જ એક વિશેષ શ્રતધર રહેવા પામ્યા હતા. દુર્ભિક્ષનું સંકટ દૂર થતાં જ તેમની પ્રમુખતામાં મથુરામાં શ્વેતામ્બર શ્રમણ સંઘ એકત્ર થયો અને આગમોને વ્યવસ્થિત કરવામાં પ્રયત્નવાનું થયો. જેને જે આગમસૂત્ર યા તેના ખંડ યાદ હતાં તે લખી લેવામાં આવ્યાં. આ રીતે આગમ અને તેનો અનુયોગ લખીને વ્યવસ્થિત કર્યા બાદ સ્થવિર સ્કંદિલજીએ તે અનુસાર સાધુઓને વાચના આપી. તે કારણથી તે વાચના સ્કાંદિલી વાચના” નામથી પણ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org