SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી પરિશિષ્ટ (ચાલુ) જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાંથી સાભાર માથુરી વાચના (મથુરા પરિષ) (સ્કાંદીલી-વાચના) (દેવદ્ધિંગણી ક્ષમાશ્રમણ) વીરાત્ ૮૨૭ થી ૮૪૦ની વચ્ચે આર્ય ૩૭-૩૮ સ્કંદિલના સમયમાં વળી બીજો ભિષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે ‘બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડયે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થળે હિંડતા-વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ તે થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગો કરી જે જેને સાંભર્યું તે બધુ કાલિક શ્રુત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માથુરી વાચના‘સ્કાંદિલી વાચના’ કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્યરક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૩૧ ૩૭-૩૮. મેરૂતુંગસૂરિની વિચાર શ્રેણીમાં એમ લખ્યું છે કે ‘શ્રી વિક્રમાત્ ૧૧૪ વર્ષે વજ્રસ્વામી, તદ્દનુ ૨૩૯ વર્ષે: સ્કંદિલઃ એટલે કે વિક્રમથી ૧૧૪ વર્ષે વજ્રસ્વામી (સ્વર્ગવાસી થયા) અને તેની પછી ૨૩૯ વર્ષ વ્યતીત થતાં કંદિલાચાર્ય થયાં આમાં ૨૩૯ વર્ષમાં ત્રણનો ઉમેરો થવો જોઈએ એટલે ૨૪૨ થતાં કુલ ત્રણસો છપ્પન વર્ષ પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાન પર્યાય શરૂ થયો. મેરૂતુંગે આ ગણનામાં આર્ય વજ્રસ્વામિના પછી વજ્રસેનના અસ્તિત્વનાં ૩૩ વર્ષ ગણ્યાં છે. તેને બદલે ૩૬ વર્ષ જોઈએ. કારણ કે વજ્ર પછી ૧૩ વર્ષ આર્યરક્ષિત, ૨૦ વર્ષ પુષ્પમિત્ર અને તેના પછી ૩ વર્ષ સુધી વજ્રસેન યુગપ્રધાન રહ્યા હતા. આથી વજ્ર પછી વજ્રસેન ૩૬ વર્ષ સુધી જીવીત રહ્યા. તેની પછી નાગહસ્તી ૬૯, રેવતીમીત્ર ૫૯ અને બ્રહ્મદ્વીપક સિંહ ૭૮ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યાં. કુલ વિક્રમ વર્ષ ૩૫૬ (૧૧૪+૩૬+૬૯+૫૯+૭૮=૩૫૬) સિંહસૂરિના સ્વર્ગવાસ સુધી થયાં. ત્યાર પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાનત્વ પર્યાય શરૂ થયો. (મુનિ કલ્યાણવિજય). જુઓ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી-જૈન સાહિત્ય સંશોધન ખંડ ૨, અંક ૩-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy