SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી તે અશોક રાજા મહાવીર પ્રભુના નિર્વાણથી ૨૪૦ વર્ષ બાદ પરલોકમાં ગયો. પાટલીપુત્રમાં પોતાના અનેક શત્રુઓ છે એવું જાણી રાજા-સંપતિએ પોતાની તે રાજધાનીનું શહેર છોડી દીધું અને પૂર્વે પોતાના પિતામહ રાજા અશોક તરફથી પોતાના પિતા કુણાલને ભોગવટામાં મળેલી અવંતી નગરીમાં રહી અત્યંત સુખપૂર્વક રાજ્ય કરતો હતો. આ પ્રતિ રાજાનો જીવ પોતાના પૂર્વના ભવમાં એક રંક-દરિદ્રી હતો. એણે ભોજન મેળવવા માટે આર્ય સુહસ્તિગિરિ મ. પાસે સાધુ દીક્ષા ગ્રહણ કરી હતી અને અવ્યક્ત સામાયિકવાળો તે એક દિવસનું શ્રમણપણું પાળી કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયો હતો. મહારાજા સંપ્રતિ આ બાજુ સ્થવિર આર્ય સુહસ્તિગિરિ મહારાજ નિર્ચન્થોથી પરિવરેલા વિહાર કરતાં કરતાં અવંતિ નગરીમાં પધાર્યા. ત્યાં શ્રી જિનપ્રતિમાની રથયાત્રામાં ચાલી રહેલા એવા તેમને, પોતાના પ્રાસાદના ગવાક્ષમાં રહેલા સંપ્રતિ રાજાએ જોયા. રાજાને તુરંત જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે તે આચાર્યશ્રી આર્ય સુહસ્તિ મ. ની પાસે આવ્યો. એણે આચાર્યશ્રીને વંદના કરી, બે હાથની અંજલી જોડી પોતાની પૂર્વ ભવની કથા સંભળાવી અને અત્યંત વિનયવાળો તે બોલ્યો, “આચાર્ય ભગવંત ! આપના પ્રસાદથી રંક-ગરીબ એવા મને આ રાજ્યની પ્રાપ્તિ થઈ છે, હવે હું શું સુકૃત કરું ?” આચાર્યશ્રીએ રાજાનું આ વચન સાંભળ્યું. એમણે પોતાના શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને કહ્યું, રાજન ! જૈન શાસનની પ્રભાવના પૂર્વકની આરાધના ફરીથી તને ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષફળ પ્રદાયક બનશે. આ પ્રમાણે સાંભળીને સંપ્રતિ રાજાએ ત્યાં અવંતી નગરીમાં ઘણા નિર્ઝન્થ-નિર્ગન્થિનીઓનું સંમેલન કરાવ્યું. પોતાના રાજ્યમાં જિનધર્મની પ્રભાવનાનો વિસ્તાર કરવા માટે, જુદા જુદા ગામ-નગરોમાં જૈન શ્રમણો મોકલ્યા, અનાર્ય દેશોમાં પણ જૈન ધર્મનો વિસ્તાર કરાવ્યો, અનેક જિન પ્રતિમાઓ સહિત જિનમંદિરોથી પૃથ્વીને અલંકૃત કરાવી. પછીથી પ્રભુશ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ ૨૯૩ વર્ષો બાદ જિન ધર્મ આરાધનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy