________________
સ્થવિરાવલી
કુમારિગિર ઉપર આર્ય સુહસ્તીગિરિએ કરેલી હતી તે આર્ય મહાગિરિજીને હું વંદના કરું છું.
૧૬
શ્રેણિકરાજા
=
તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીમાં વિચરી રહ્યા છે. બિંબિસાર નામનું બીજું નામ ધારણ કરનાર રાજા શ્રેણિક એ શ્રી મહાવીર ભગવાનનો ન્યાય-નીતિનો જાણકાર શ્રમણોપાસક સુશ્રાવક હતો. પૂર્વે પણ પાર્શ્વનાથ ભગવાન આદિના ચરણહયથી પવિત્ર થયેલા નિગ્રંથ અને નિગ્રંથિની સાધ્વીજીથી સેવાયેલા કલિંગ નામના જનપદના મંડણ - તીર્થસ્વરૂપ-કુમર અને કુમારી નામના બે પર્વતો ઉપર તે શ્રેષ્ઠ રાજવી શ્રેણિકે શ્રી ઋષભદેવ જિનાધિપતિનો અત્યંત મનોહર જિનપ્રાસાદ (=જિનમંદિર) બંધાવેલો. તે જિનમંદિરમાં તેણે સુવર્ણની બનાવેલી ઋષભદેવ સ્વામીની પ્રતિમા બનાવરાવી અને શ્રી સુધર્માસ્વામી ગણધરના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવેલી. વળી પણ તે કાળ અને તે સમયને વિષે તે જ ઉત્તમ નરપતિ શ્રેણિક રાજાએ નિર્પ્રન્થ સાધુઓ અને નિગ્રન્થિની સાધ્વીઓને વર્ષાવાસ રહેવા માટે તે બન્ને પર્વતોમાં અનેક ગિરિપાષાણગૃહો=ગૂફાઓ કોતરાવેલી. ત્યાં રહેલા અનેક નિગ્રન્થો બને નિગ્રન્થિનીઓ ધર્મ જાગરણ કરતા, ધ્યાન અને અધ્યયનયુક્ત બહુ સુખપૂર્વક જુદા જુદા પ્રકારના તપ કર્મ આચરવાપૂર્વક વર્ષાવાસ કરતા હતા. શ્રેણિકરાજાનો પુત્ર અજાતશત્રુ- બીજું નામ કોણિક નામે હતો. તેણે પોતાના પિતાના શત્રુસ્વરૂપ બનીને પિતાને પાંજરામાં નાખીને, ચંપા નામની નવી નગરી વસાવી હતી અને ત્યાં તે રાજ્ય કરતો હતો. એ પણ પોતાના પિતાની જેમ જિનધર્મઆરાધનાપર ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. તેણે પણ તીર્થસ્વરૂપ કલિંગરાજ્યના તે કુમર-કુમારી એ બે ગિરિમાં પોતાના નામની પાંચ ગુફાઓ કોતરાવી હતી. પરંતુ પાછળથી અત્યંત લોભ અને અભિમાનથી પીડિત અને પોતાની જાતને માટે ચક્રવર્તીપણું ઈચ્છતો, એવો તે કૃતમાલ દેવ દ્વારા હણાયો અને નરકમાં ગયો. પ્રભુ મહાવીરથી સીત્તેર વર્ષો પસાર થયે છતે પ્રભુશ્રી પાર્શ્વનાથ અરિહંતદેવની છઠ્ઠી પાટે સ્થવિર રત્નપ્રભ નામના આચાર્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org