________________
૧૪
સ્થવિરાવલી
2 એમના પદના અલંકાર સમાન તે જંબૂસ્વામી મહામુનિને હું વંદુ છું,
જેઓ આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની હતા અને જિનમતસ્વરૂપ ગગનના આંગણામાં સૂર્યસમાન તેજસ્વી હતા. | ગાથા ૩ 2 સૂરવારોના સમુહથી વંદાયેલા મુનિઓના સમુહમાં ઉત્તમ એવા શ્રી
પ્રભવસ્વામીને હું નમસ્કાર કરું છું. એઓની કીર્તિનો વિસ્તાર આજે પણ સકળ ત્રિલોકમાં ચમકી રહ્યો છે. ગાથા ૪ . તેમની પાટ સ્વરૂપ આકાશમાં પ્રભાવ પાડનારા સૂર્યસમાન શ્રી શયંભવ મુનિનાથને હું વંદું છું કે જેમણે મનક નામના પોતાના પુત્રને માટે દશવૈકાલિક સૂત્રની સુંદરતમ રચના કરેલી હતી . ગાથા ૫ | એમની પાટને અતિશોભાવનારા મુનિશ્રેષ્ઠથી યશોભદ્રસૂરિજી થયા. એમના વખતમાં મગધ દેશમાં અત્યંત લોભી એવો આઠમો નંદ રાજા રાજ્ય કરતો હતો. ગાથા ૬ છે. હું મુનિપ્રવરશ્રી સંભૂતિવિજય આચાર્યને તથા ભદ્રબાહુસ્વામીને પ્રણામ કરું છું. આ શ્રી ભદ્રબાહુ સ્વામીજી ખરેખર સૂત્ર અને અર્થથી છેલ્લા ચૌદપૂર્વી હતા અને જેમણે સૂત્રની નિયુક્તિની રચના કરી હતી. | ગાથા ૭ / કામદેવરૂપી પ્રચંડ હાથીને વશ કરવા માટે અંકુશ સમાન શ્રી સ્થૂલભદ્ર મુનીન્દ્ર જ્યવંતા વર્તે છે, જેમની વિપુલ એવી કીર્તિ ત્રણલોકની અંદર
સારી રીતે વિસ્તાર પામી છે. I ગાથા ૮ 2 જિનકલ્પી એવા મહાગિરિ સ્થવિર મુનિવરને હું પ્રથમ વંદું છું તથા
વિકલ્પી મુનિઓના સ્વામી એવા આર્ય સુહસ્તિ સ્થવિરને હું વંદના કરું છું. ગાથા ૯ / 0 સુસ્થિત સુપ્રતિબુદ્ધ એ બન્ને ઉત્તમ આર્યોને હું નમસ્કાર કરું છું.
કલિંગાધિપતિ ભિખુરાયે જેમને સન્માન આપ્યું હતું. આ ગાથા ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org