________________
૧૨
ઓસવાળ જૈનોનું મૂર્તિપૂજકપણું
પ્રશ્ન : શું ઓસવાળ જ્ઞાતિવાળા બધા જૈન મૂર્તિપૂજક હતા એ વાત ખરી ?
સ્થવિરાવલી
જવાબ : ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ વીર સંવત (બાવન) ૦૦૫૨ ની અંદર આચાર્યદેવશ્રી રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજ થયા. એ ખૂબ શાસન-પ્રભાવક હતા અને પાંચસો શિષ્યોના ગુરુવર્ય હતા. પ્રખર વિદ્વાન એ પૂછ્યોએ વીર સંવત ૭૦ (સીત્તેર) માં રાજસ્થાનના ઓસિયા નગરમાં ત્રણ લાખ પીસ્તાલીશ હજાર જેટલાને જૈન ધર્મીઓ બનાવ્યા. (ઓસિયા નગરમાં આ બનાવ બન્યો એટલે એ જૈનો ઓસવાળ કહેવાયા !) એ તારક આચાર્યદેવે શરાબ-માંસ-શિકાર-વ્યાભિચાર -દુરાચાર વગેરે દુર્ગુણો છોડાવી એમને જૈનો બનાવ્યા હતા. ઓસવાળ વંશની સ્થાપનાના દિવસે જ એ પૂજ્યોના સદુપદેશથી શ્રી મહાવીર-વર્ધમાન સ્વામી ભગવાનના મંદિરનો પાયો નખાયો હતો. આ મંદિર આજરોજ પણ ઓસિયા નગરીમાં વિદ્યમાન છે. ઓસવાળોની ઉપર આ પૂજ્ય આદ્ય ગુરુદેવનો ખૂબ જ ઉપકાર છે. આજે રાજસ્થાન ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકતામિલનાડુ-કચ્છ વગેરેમાં જે ઓસવાળો છે, તેઓના પૂર્વજો આ મૂર્તિપૂજક આચાર્યદેવથી ઉપકૃત છે અને એ બધા જ મૂર્તિપૂજકોના વંશજ છે. આ આચાર્યદેવે લગાતાર છ માસની તપસ્યા કરેલી, તેઓ પૂર્ણ અહિંસામાં વિશ્વાસ રાખવાવાળા અને સર્વથા આલુ-પ્યાજ વગેરે કંદમૂળના ત્યાગના ઉપદેશક હતા. તેઓશ્રીએ દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવની મૂર્તિ-પ્રતિમાજી સાથે રાખેલી હતી.
આ આચાર્યદેવના ભવ્ય ગુરુમંદિરો ઓસિયા, જીરણ, ગોમતી અને ચોરાયામાં છે. એ પૂજ્જોની ઓઘાની દાંડી નાની હતી, મુહપત્તિ તેઓશ્રી હાથમાં રાખતા હતા અને મંદિર-મૂર્તિના પરમ ઉપાસકમંદિરના આમ્નાયવાળા હતા, અને સાથે જ ઉપદેશક પણ હતા. હવે તો તેરાપંથના પ્રમુખ આચાર્યે પણ ગુરુમૂર્તિ, ગુરુ પ્રતિમાનું આવશ્યકપણું જાહેરાતપૂર્વક સ્વીકાર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org