________________
સ્થવિરાવલી
વ્યાખ્યાન સાંભળવા જવામાં, ગૌતમપ્રસાદી-ભોજન કરવામાં, સ્થાનક નિર્માણ કરવામાં, ગુરુના સ્મારકો બંધાવવા આદિમાં હિંસા કેમ ભાસતીદેખાતી નથી ? આ પણ કલિકાલનું એક આશ્ચર્ય જ છે ને ?
નજર સામે શત્રુંજય તીર્થ, સમ્મેતશિખરજી તીર્થ, ગિરનારજી તીર્થ, પાવાપુરી તીર્થ આદિ દેખાય છે. છતાં તેમને તે જોવા નથી. યાદ રહે કે આ તીર્થ જેટલા તીર્થંકરો પ્રાચીન છે, તેટલા જ પ્રાચીન-જુના છે... આ તીર્થો આજના નિર્માણ થયા નથી.. જિનમંદિર-મૂર્તિ વિરોધી પંથ તો ૪૫૦૫૦૦ વર્ષ પહેલા નિકળેલો નવો પંથ છે. આ તીર્થો તો તેનાથી ખૂબ પુરાણા છે.
૧૭૧
શત્રુંજયતીર્થ સાથે ભગવાન શ્રી ઋષભદેવનો ઈતિહાસ જોડાયેલો છે. સમ્મેતશિખરજી તીર્થ સાથે શ્રી અજિતનાથ-પાર્શ્વનાથ આદિ ૨૦ તીર્થંકરોનો ઈતિહાસ ગૂંથાયેલો છે, ગિરનારજી તીર્થ સાથે નેમિનાથ ભગવાન અને મહાસતી રાજીમતિની કહાણી વણાયેલી છે. પાવાપુરી તીર્થ સાથે ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામીનો ઈતિહાસ કંડારાયેલો છે.
આ બધા તીર્થો મોટા ભાગના જૈનોના આસ્થાના-શ્રદ્ધાના-ભક્તિનાસમર્પણના કેન્દ્રો છે. આ નવો પંથ શરૂ થયો એ પહેલા જૈનધર્મમાં મૂર્તિપૂજાનો વિરોધ ક્યારે કોઈએ કર્યો નથી.
પ્રાચીન-મહાન જૈનાચાર્યો એ જૈનધર્મમાં મૂર્તિપૂજાનું સમર્થન કરેલ છે, ૧૪ પૂર્વધર શય્યભવસૂરિ મ., ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી, ૧૦ પૂર્વધર ઉમાસ્વામિ મહારાજ, ભક્તામર સ્તોત્ર રચયિતા શ્રી માનતુંગસૂરિજી મ., કલ્યાણમંદિર સ્તોત્ર રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, ૧૪૪૪ ગ્રંથ રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શીલાંગાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ...આદિ પ્રાચીન-અગાધજ્ઞાની-જૈનાચાર્યો એ મૂર્તિપૂજાનું મંડન-સમર્થન કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org