________________
સ્થવિરાવલી
આ. માનદેવસૂરિએ સિંધ તથા પંજાબમાં વિહાર કર્યો હતો. તક્ષશિલા, ઉચ્ચ ગાજીખાન, દેરાઉલ વગેરે સ્થાનોમાં વિચરી સાંઢા રજપૂતોને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં ગિરનાર તીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા.
આચાર્ય માનતુંગસૂરિ - તેઓ આ. માનદેવસૂરિના પટ્ટધર હતા. જૈન ઇતિહાસમાં માનતુંગસૂરિ નામના બે પ્રસિદ્ધ આચાર્યો થયા છે. એક આ. માનદેવસૂરિના પટ્ટધર, જે વિક્રમની ચોથી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને બીજા આ. અજિતસિંહસૂરિના પટ્ટધર, જે વિક્રમની આઠમી સદીમાં થયા છે. આ બન્ને આચાયોનું જીવનચરિત્ર અલગ અલગ તારવી શકાય એમ નથી. પ્રાચીન ગ્રંથકારોએ તે બંનેનું એક જ જીવનચરિત્ર આલેખ્યું છે. આ આચાર્ય વીર સં. ૭૫૮માં સ્વર્ગે ગયા.
૧૪૩
વાચક ઉમાસ્વાતિજી ૨. ઉચ્ચાનાગર શાખાના આ. ઘોષનંદિના શિષ્ય વાચક ઉમાસ્વાતિજી, જેઓ પૂર્વધર હતા તેઓ વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે. તેમણે ‘તત્ત્વાર્થસૂત્ર’ વગેરેની રચના કરી છે.
કલિકાલસર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિજી ‘સિદ્ધહેમ વ્યાકરણ-લઘુવૃતિ (અ. ૨; પા. ૨, સૂ. ૩૯)માં ૩પોમાસ્વાતિ સંગૃહિતાર; લખી વાચક ઉમાસ્વાતિજીએ સમર્થ સંગ્રહકાર તરીકે અંજલિ આપે છે.
વાચક ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથો બનાવ્યા છે. આ. વાદિદેવસૂરિએ ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' (પરિ. ૧, સૂ. ૩)ની સ્વોપજ્ઞ ટીકા ‘સ્યાદ્વાદરત્નાકર’માં અને આ. જિનદત્તસૂરિએ ‘ગણધર–સાર્ધશતક’ની ગા. ૫૦માં વાચકજીને ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. તેમની ગ્રંથસૃષ્ટિમાં આજે નીચે પ્રમાણે ગ્રંથો મળે છે.
૧. તત્ત્વાર્થસૂત્ર મૂળ-ગ્રં. ૧૯૮, ૨. તત્ત્વાર્થ ભાષ્ય-ગ્રં. ૨૨૦૦ ૩. પ્રશમરતિપ્રકરણ-બ્લો. ૩૧૪, ૪. જમ્બુદ્વીપસમાસ
૫. ક્ષેત્રસમાસ, ૬. શ્રાવકપ્રજ્ઞપ્તિ, ૭. પૂજાપ્રકરણ શ્લોક ૧૯. આ સિવાય તેમના ગ્રંથો મળતા નથી, કિન્તુ તેમણે બનાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org