________________
૧૪૪
સ્થવિરાવલી
અનુપલબ્ધ ગ્રંથોના અવતરણપાઠો “સ્થાનાંગસૂત્રની વૃતિ, પંચાલકની વૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકાઓ, તત્ત્વાર્થસૂત્રની ટીકાઓ વગેરે અનેક ગ્રંથોમાં મળે છે.
એકંદરે તેમણે પ૦૦ પ્રકરણગ્રંથો બનાવ્યા છે. તેઓ શ્વેતાંબર આચાર્ય છે એટલે તેમના ગ્રંથો શ્વેતાંબર મતને જ અનુકૂળ છે. જિનાગમોમાં બાર દુકાળીઓના કારણે વાચનાભેદો પડયા છે, જેનો ઉલ્લેખ જિનાગમોમાં વાયત પુ શબ્દોથી મળે છે. પઠનપાઠન કરાવનાર વાચકવંશો અનેક હતા, તેમ કોઈ કોઈ વાતે વાચનાભેદો પણ પડ્યા હતા. નંદિસૂત્ર'માં દર્શાવેલ વાચકવંશમાં અને ઉચ્ચાનાગર વાચકવંશમાં કઈ કઈ વાતે વાચનાભેદ હતો તે ઉપલબ્ધ આગમો અને “તત્ત્વાર્થસૂત્રને સરખાવવાથી તારવી શકાય તેમ છે. ‘તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં ‘અંતરદ્ધિપ' વગેરે ચાર-છ વિષયમાં કંઈક ફર્ક છે, તે ઉચ્ચાનાગર વંશના જિનાગમની વસ્તુ છે, જે વાચનાભેદ રૂપે જ છે. બાકી તત્ત્વાર્થસૂત્ર' શ્વેતાંબર શાસ્ત્રરૂપે જ છે. તેમાં દેવલોક, કાળના અણુનો અભાવ, તીર્થકરને સુધાદિક પરિષહો, નિર્ચન્થનાં ઉપકરણો, મમતા પરિગ્રહ વગેરે વિધાનો ઉપલબ્ધ જિનાગમોને અનુસરતાં છે, જેને દિગમ્બરો કદાપિ સ્વીકારી ન શકે એવાં છે.
સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર' ઉપર આ. સિદ્ધસેનગણી, આ. હરિભદ્રસૂરિ, આ. યશોભદ્રસૂરિ, આ. મલયગિરિજી, આ. શ્રીઅજ્ઞાત, વા.શ્રીયશોવિજયજી મહારાજ વગેરેએ સંસ્કૃતમાં ટીકાઓ રચી છે. દિગમ્બર આચાર્યોએ ‘તત્વાર્થસૂત્ર ઉપર કેટલાંક સૂત્રોમાં ફેરફાર કરીને સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, શ્રતસાગરી વગેરે સંસ્કૃત ટીકાઓ બનાવી છે અને સ્થાનકમાર્ગી સાધુ ઉ. આત્મારામજીએ દિગમ્બરીય તત્ત્વાર્થસૂત્રો પર સમન્વય બનાવ્યો છે. ભાષ્યાનુસારી સૂત્રો ન લેવાથી એ સમન્વય સફળ થયો નથી.
उमास्वातिवाचकस्य, वाचः कस्य न चेतसि । ध्वनन्त्यद्यापि घण्टावत्, तारटङ्कारसुन्दरा ॥१७॥
(વિ.સં. ૧૨૧ર-આ. મુનિરત્નકૃત મમરત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org