________________
૧૪૨
સ્થવિરાવલી
ગુરુમહારાજે આચાર્યપદવી વખતે માનદેવસૂરિના ખભા ઉપર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીને સાક્ષાત્ જોઈએ વિચાર્યું કે આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ ? માનવદેવસૂરિએ ગુરુજીની આ મનોવેદના નિહાળી તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે, આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહોરીશ નહિ, અને હંમેશને માટે બધી વિગઈનો ત્યાગ કરીશ. સૂરિજીએ આ દઢ પ્રતિજ્ઞા આજીવન સુધી પાળી હતી.
સૂરિજીનું તપ તેમનાં અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજથી આકર્ષાઈ જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ તેમના સાંનિધ્યમાં રહેવા લાગી, જે નિરંતર વંદન કરવા આવતી હતી. આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર પ્રાંતના જૈનોનાં કેન્દ્રરૂપ ગણાતી હતી. ત્યાં ૫૦૦ જૈન મંદિરો હતા. આ નગરમાં અચાનક મહામારીનો રોગ ફેલાયો, લોકો અકાળે મરવા લાગ્યા, હજારો માણસો મર્યા, મડદાંનાં ઢગના ઢગ ખડકાયા, આખા શહેરમાં કલ્પાંત અને આક્રંદ નજરે પડતાં હતાં, સ્મશાનભૂમિ મડદાંથી ઊભરાઈ ગઈ અને દુર્ગધનો પાર ન રહ્યો.
વીરચંદ શ્રાવક પોતે તક્ષશિલાના શ્રીસંઘના હિત માટે વિનંતિપત્ર લઈને આવ્યો છે અને “સૂરિજી! આપ મારી સાથે તક્ષશિલા પધારો” એમ વિનંતિ કરી.
સૂરિજીએ શ્રાવકને કહ્યું કે, “મહાનુભાવ! ત્યાંના શ્રીસંઘનું કાર્ય હું અહીં રહ્યો જ કરી આપીશ.” પછી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” સ્તોત્ર બનાવી આપ્યું અને કહ્યું કે આ સ્તોત્રપાઠ ગણી, પાણી છાંટવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે.
વીરચંદ આ સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને સંઘમાં સૂરિજીના કહેવા મુજબ પ્રયોગ કરવાથી શાંતિ થઈ. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે “તિજયપહ' સ્તોત્ર બનાવ્યું છે.
ઉપદ્રવ શાંત થયા પછી થોડા વર્ષમાં તક્ષશિલાનો ભંગ થયો હતો. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો બાદ તેનો પણ વિનાશ થયો હતો. છેલ્લા ભંગમાં અનેક મંદિરો નાશ પામ્યાં છે. આજે તે નગર દટ્ટનપટ્ટનરૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org