________________
૧૧૮
વિરાવલી
સફેદ વસ્ત્ર પહેરવાં, અગર નગ્ન રહેવું. ત્યારથી જિનકલ્પી અને સ્થવિરકલ્પી એ દરેક મુનિ વસ્ત્રધારી બની રહેતા અને નગ્ન પણ રહેતા હતા.
બૌદ્ધ ‘ત્રિપિટક શાસ્ત્ર મજિઝમનિકાય' માં આજીવક મતની ૬ અભિજાતિઓ નીચે મુજબ ગણાવી છે : ૧. કૃષ્ણાભિજાતિ - ક્રૂર મનુષ્ય. ૨. નીલાભિજાતિ - ભિક્ષુ, બૌદ્ધ ભિક્ષુ. ૩. લોહિત્યાભિજાતિ – જૈનમુનિ, કે જેઓ નિરંતર ચોળપટ્ટો પહેરે છે. ૪. હરિદ્રાભિજાતિ - આવકનગ્ન ગૃહસ્થી, એલક. ૫. શુકલાભિજાતિ – નગ્ન આજીવક સાધુ, સાધ્વી. ૬. પરમશુકલાભિજાતિ – આજીવક ધર્માચાર્યો નંદવત્સ, કિસસંકિસ્ય અને
મંખલીગોશાળ વગેરે. (એન્સાઈક્લોપીડિયા ઓ રિલિજ્યિન્સ એન્ડ એથિક્સ, વો. ૧, પૃ.૨૫૯ “આજીવક લેખ)
તેમાં લોહિત્યભિજાતિનો પરિચય કરાવ્યો છે કેનોદિત્યfમનાતિ ના “નિયથા” “સટિવ'તિ વત્તા અર્થાત્ - લોહિત્યાભિજાતિ એટલે વસ્ત્રધારી નિર્ગળ્યો.
સાફ વાત એ છે કે જૈન શ્રમણો વસ્ત્રધારી હતા અને ત્યારે જૈનોમાં વસ્ત્રવિષયક કોઈ જાતનો વિચારભેદ ન હતો. જૈન દર્શન અનેકાંત દર્શને છે. એટલે તેમાં વસ્ત્ર હોય કે ન હોય, આવી ક્ષુલ્લક વાતોનો એકાંત આગ્રહ હોય જ શાનો ?
જૈન સાધુ એટલે ચારિત્રની મૂર્તિ યાને સર્વોચ્ચ જીવન. આ વાસ્તવિક સિદ્ધાંતને સામે રાખી બન્ને કોટિના મુનિઓ જૈન ધર્મનો એકધારો પ્રચાર કર્યે જતા હતા. છ સૈકા સુધી તો બરાબર એમ ચાલ્યું. પરંતુ આ ઉત્કર્ષને મોહરાજા કેમ સાંખી શકે ? તેણે એકાએક એક કાળ-ચોઘડિયે જૈનધર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org