________________
સ્થવિરાવલી
૧૦૭
હતો. તેને ૩ વર્ષની આચારવિચારની તાલીમ આપી, પરીક્ષા લઈને મંડળમાં દાખલ કરાતા હતા. નવા સભ્યને વૈદક આરોગ્યજ્ઞાન અને ખનીજજ્ઞાનનું અધ્યયન અનિવાર્ય મનાતું હતું. યોગ્ય થયા પછી સભાસદને મંડળના ગુખભેદો બતાવવામાં આવતા હતા. ઉચ્ચશ્રેણીનો સભાસદ ઈસીર તરીકે ઓળખાતો હતો. ઈસીરો સંપૂર્ણતઃ શુદ્ધ અને પવિત્ર જીવન ગાળતા હતા.
ધી ક્રૂસીફીકેશન બાય એન આઈ વિટનેસ'માં લખ્યું છે કે, ઈસુ જેરૂસલેમમાં આવીને આ આદર્શ મંડળનો સભાસદ બન્યો હતો.
ગુસમંડળના એક ઈસીરના પત્રથી માલુમ પડે છે કે, રોમનસૂબા પાઈલેટે ઈસુને ક્રોસ પર ચડાવ્યો ત્યારે ખરેખર તે મર્યો નહોતો, કિન્તુ મૂર્શિત થઈ ગયો હતો. જોસેફ તેના દેહને લઈ ગયો અને નિકોદમસ ઈસીરે તેને સાજો કર્યો. પછી ઈસુ ગુમ જ રહ્યો છે. તે ગુપ્ત રીતે ઉપદેશથી ધર્મપ્રચાર કરતો હતો. આ દરમિયાન તે પોતાના શિષ્યોને ૧૦ વાર મળ્યો છે.
ઈસુએ ઈસાઈમતમાં જૈનધર્મની કેટલીએક પ્રથાઓ સ્વીકારી છે, જે પૈકી થોડીએક નીચે મુજબ છે. ૧. ભગવાન મહાવીર સ્વામીને ૧૧ ગણધર હતા. ૧. શિષ્યાભાસ શિષ્ય
હતો. ઈસુને પણ ૧૧ સુશિષ્યો હતા અને ૧ કુશિષ્ય હતો. ૨. ભ. મહાવીર સમોસરણમાં બેસી ઉપદેશ આપતા હતા. “બાઈબલમાં
લખ્યું છે કે, ઈસામસીહ પહાડ ઉપર બેસી ઉપદેશ દેતા હતા. તેનું
ગિરિપ્રવચન બહુ અસરકારક મનાય છે. ૩. તીર્થંકરો ઉપદેશમાં એવી વાણી બોલે છે કે એને દેવો, મનુષ્યો,
પશુ, પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. “બાઈબલ કરાર બીજ, પૃ. , પ્રેરિતોનાં કૃત્યો અધ્યાય બીજામાં લખ્યું છે કે, તેઓ એક ઘરમાં એકઠા થયા હતા, ત્યારે તેની જીભ ઉપર એકેક દૈવી જીભ આવી ચોંટી ગઈ. તે સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા અને એવી ભાષામાં બોલવા લાગ્યા કે, જેને સાંભળીને દરેક દરેક દેશના મનુષ્યોને એમ લાગ્યું કે, “આ ગમે તે ભાષામાં બોલતા હશે, કિન્તુ અમે તેમને અમારી માતૃભાષામાં બોલતા સાંભળીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org