SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ X સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શાસ્ત્રજ્ઞ પુરુષ, શાસ્ત્રમાં જે જે વાંચ્યું તે તે બધું જ જીવનમાં અમલી બનાવ્યું. તારું શાસ્ત્રજ્ઞાન વિવાદ કે ચર્ચા માટે ન બનતા જીવનના આચારમાં પરિણમ્યું. (૧) શાસ્ત્રોપદિષ્ટ ગુરુ - સમર્પિતભાવને તેં દીક્ષાથી જીવનના અંતસુધી આત્મસાત્ રાખ્યો. સ્થવિરાવલી (૨) દશવૈકાલિક શાસ્ત્રમાં ‘ગમાં ૨ મોયાં’ ના વચનને તેં દીક્ષા પ્રારંભથી ૬૪ વર્ષ સુધી સતત અપનાવ્યુ. એકાસણામાં પણ રસનેન્દ્રિયના વિજય માટે તું માત્ર સાદું ભોજન કરતો, મીઠાઈ, મેવા, ફળ વગેરેનો તો તેં જીવનભર ત્યાગ કર્યો. (૩) શાસ્રકારે ત્રીજા પહોરે આહાર-વિહાર-નિહાર માટે ફરમાન કર્યું. તેં પણ ત્રીજા પહોરે આહાર અને નિહારની પ્રવૃત્તિ રાખી. (૪) શાસ્ત્રકાર ભગવંતોના ‘‘ ખો ગાળ સેવકૢ સો માં સેવ’ આ ઓધનિયુક્તિના વચનને તેં ગચ્છના ભેદ વિના અમલમાં મુકીને સમસ્ત સંઘ પ્રત્યેના વાત્સલ્ય ભાવને પ્રગટ કર્યો. (૫) વાડજ્જત સજ્જાય, સમો જાત મંડોવગરળ પડિલ્લેફળા વગેરે શાસ્ત્રના વચનને અમલમાં મૂક્યું. સ્વાધ્યાયાદિ યોગો સાથે ઉગ્રવિહારચર્યાને જીવનમાં આચરી. સ્વયં જીવનમાં ઉત્સર્ગ માર્ગને અપનાવી અન્યના સત્ત્વ, સંઘયણ વગેરે જોઈ અપવાદની અનુજ્ઞા તું આપતો. (૬) સમિતિ-ગુપ્તિના પાલનમાં શાસ્ત્રવચનને તેં સંપૂર્ણપણે અમલમાં મૂકીને પાલન કર્યું. (A) ઈર્યાસમિતિના પાલનાર્થે નીચી દૃષ્ટિ રાખીને તું ચાલતો. (B) ભાષા સમિતિના પાલન માટે સદા મુહપત્તિ રાખીને સાવદ્ય-નિરવદ્યના વિવેકપૂર્વક તું બોલતો. (C) સદા બેતાલીસ દોષ રહિત આહાર-પાણીની ગવેષણા દ્વારા એષણાસમિતિનું પાલન કર્યું. (D) વસ્તુ લેતા-મૂકતા સદા પ્રમાર્જન કરવાનુ તું ચૂકતો નહીં. તે દ્વારા ચોથી સમિતિનુ પાલન કર્યું. (E) નિહારાર્થે ભર બપોરે ભયંકર તાપમાં પણ ધીમે ધીમે ડગ ભરતા દૂર દૂર સુધી જતા તું પાંચમી સમિતિનુ પણ યથાયોગ્ય પાલન કરતો. (F) સદા શાસ્ત્રવાંચન તથા શાસ્ત્રપદાર્થોના સતત ચિંતન દ્વારા મનગુપ્તિ મજબૂત કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy