________________
સ્થવિરાવલી
આર્ય સુહસ્તિસૂરિ પછીની વાચકવંશ પરંપરા નંદીસૂત્ર સ્થવિરાવલી અને હિમવંત સ્થવિરાવલીમાં નીચે મુજબ આપી છે.
૮. આર્ય સુહસ્તિસૂરિજી.
૯. આર્ય બહુલ અને બલિસ્સહ: આ બંને આર્ય મહાગિરિજીના શિષ્યો છે. તેઓ શરૂઆતમાં જિનકલ્પીની તુલના કરતા હતા, પછી બલિસ્સહસૂરિ સ્થવિરકલ્પી બન્યા અને બંને ગુરભાઈઓનો ગણ એક જ હતો તેથી આ આચાર્યની શિષ્ય પરંપરા ચાલી. આર્ય બલિરૂપે અંગવિદ્યા શાસ્ત્રની રચના કરી છે.
૧૦. આર્ય સ્વાતિસૂરિ : વાચક, ઉમાસ્વાતિજી જેમણે “તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથો બનાવ્યા છે, તેઓ આ સ્વાતિસૂરિથી જુદા છે અને ઘણાં પછીના સમયના છે.
૧૧. આર્ય શ્યામાચાર્ય આ પહેલા કાલિકાચાર્ય છે.
તેમણે પોતાના જ્ઞાનના વારસારૂપે ‘શ્રીપન્નવણાસૂત્ર' (પ્રજ્ઞાપનાસૂત્ર)ની રચના કરી છે, જે આગમ દ્રવ્યાનુયોગના ખજાનારૂપ વિદ્યમાન છે.
આ સૂત્ર ઉપર આ. હરિભદ્રસૂરિકૃત ટીકા ૩૭૨૮ શ્લોકપ્રમાણ, આ. મલયગિરિકૃત ટીકા ૧૬000 શ્લોકપ્રમાણ અને વિષમપદ વ્યાખ્યા રચાયેલ
છે.
સંપ્રતિ રાજાના અશ્વાવબોધ તીર્થના જીર્ણોદ્ધાર પછી મિથ્યાત્વદષ્ટિ દેવોએ ઉપસર્ગ કર્યો ત્યારે શ્રીશ્યામાચાર્યજીએ તેની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ કલિંગની બીજી આગમવાચનામાં હાજર હતા. આ રીતે તેઓ મહાજ્ઞાની, પરમ સંયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાર્યગચ્છ નીકળ્યો છે અને તે બીજા કાલિકાચાર્યથી વિખ્યાત થયો છે.
૧૨. આર્ય સ્કંદિલસૂરિ (પંડિલસૂરિ) : જેઓ વીર સં. ૩૭૬થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેમનું આયુષ્ય ૧૦૮ વર્ષનું હોવાનું લેખાય છે. તેઓ માટે સ્થવિરાવલીમાં મનનીયથાં એવું વિશેષણ આપ્યું છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org