SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૭૭ આર્ય જંબૂસ્વામીના નિર્વાણ પહેલાં નંદવંશ સ્થપાયો અને ભદ્રબાહુસ્વામીના સ્વર્ગવાસ પહેલાં જ નંદવંશનો નાશ થયો. ભદ્રેશ્વર તીર્થ - આર્ય જંબુસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે. ૨. ૩. દેવચંદ્રીયશ્રીપાર્શ્વનાથનેવચેતો....(૨૩) * વંચાતા અક્ષરોના આધારે આનો અર્થ એમ કરવામાં આવે છે કે, ‘‘વણિક દેવચંદે બનાવેલ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીરસ્વામી હતા.’’ આ. શ્રીવિજયાનંદસૂરિ મહારાજ આ તીર્થ માટે લખે છે કે, મંદિરની જૂની નોંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ ‘વીરાત્ ૨રૂ વર્ષે તું ચૈત્ય સંનામિતિ' એવું લખાણ છે. આ ઉપરથી નક્કી છે કે વીર નિર્વાણ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભગવાન શ્રીપાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. તેમાંની મૂર્તિનો વાસક્ષેપ ગણધર શ્રીસુધર્માસ્વામી કે તેમના શિષ્યના હાથે થયો હશે. આવો જ એક પ્રાચીન શિલાલેખ રા. બ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાને બડલીના એક બાવાજીને ત્યાંથી મળ્યો છે, તેમણે અજમેર મ્યુઝિયમમાં રખાવ્યો છે. એ તીર્થંકર ભગવાનની નીચેની ગાદીનો ભાગ છે. તેમાં ખરોષ્ટ્રી ભાષામાં‘‘વીરાય મળવતે.... ચતુર. સિતિય.....થે સાત્તિતિનિરં નિવિટ્ટુ મજ્ઞિમિરે ।’’ એ પ્રમાણે લખેલું છે. એટલે વીર ભગવાન પછી ૮૪ વર્ષે લખાયેલો આ શિલાલેખ છે. - વિદિશા અને સાંચીના સ્તૂપો – સાંચીનો સ્તૂપ ભીલ્સા(વિદિશા)ની નૈઋત્યે ૬ માઈલ પર જીર્ણશીર્ણ દશામાં વિદ્યમાન છે. દશાર્ણ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દશાર્ણ દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભદ્દલપુર એમ અનેક નામો મળે છે. માલવરાજ ચંડપ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ્લ વગેરે વ્યાપારીઓને બોલાવી મોટું પરું વસાવ્યું હતું, જેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy