________________
ચાર્યજીએ અગ્નિકાયની જેમ વાયુકાયની પણ સાત લાખ યોનિ બતાવેલ છે. તેથી વિવિધ પ્રકારના વાયુમાંથી અમુક ચોક્સ પ્રકારના વાયુનું અસ્તિત્વ અને પ્રવેશ તો લાલચોળ તપેલો લોખંડનો ગોળો, નિભાડાની અંદરનો મધ્યભાગ, બલ્બ વગેરેમાં આગમાનુસારે પણ માન્યા સિવાય છૂટકો જ નથી.
જો કે ભગવતીસૂત્રમાં તો સ્પષ્ટપણે વાયુકાયને અગ્નિકાય કરતાં અલ્પ અવગાહનાવાળા બતાવેલ છે તથા વાયુકાય કરતાં અગ્નિકાય તો સ્થૂલ જ છે. આ રહ્યા ભગવતીસૂત્રના શબ્દો “ખતે ! तेउक्काइयस्स वाउक्काइयस्स कयरे काए सव्ववायरे कयरे काए सव्ववायरતરાઈ ? જોય ! તેડવા સંબૅવવરે તેડવા સબ્ધવાવતરાઈ' (ભગ. ૧૯૩૭૬૩). આમ તપેલા લોખંડના ગોળા વગેરેમાં સ્કૂલ અગ્નિકાયનો અને વાયુનો પ્રવેશ શાસ્ત્રસિદ્ધ હોવાથી પ્રકાશમાન બલ્બમાં આવશ્યક વાયુનો પ્રવેશ થવામાં કોઈ શાસ્ત્રવિરોધ જણાતો નથી. કે ઈંધણરહિત અગ્નિને ઓળખો- શ્રીજિનદાસગણીમહાર રે
કદાચ કોઈને શંકા થઈ શકે છે કે “ચૂલો, દીવો, ફાનસ, ગેસ વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઈંધણના આધારે ઉત્પન્ન થાય છે તેમ જ ઈંધણની વધ-ઘટ મુજબ તેની વધ-ઘટ થાય છે. માટે તેને સજીવ માની શકાય. પણ ઈલેક્ટ્રીસીટીને તો કોઈ ઈંધણની જરૂર રહેતી નથી. તો પછી તેને સજીવ કઈ રીતે માની શકાય ? ઈંધણ (ખોરાક) વિના તો જીવની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ કઈ રીતે શક્ય બને ?
પરંતુ આ શંકા વ્યાજબી નથી. કારણ કે તમામ પ્રકારના અગ્નિને ઈંધણ (વ્યક્ત ખોરાક)ની આવશ્યકતા હોય તેવો કોઈ નિયમ નથી. ચૂલા વગેરેમાં ઉત્પન્ન થતા અગ્નિને ઇંધણની આવશ્યક્તા
(૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org