________________
વિના અગ્નિ સળગી ન શકે” આ નિયમ અનુસાર લાલચોળ તપેલા લોખંડના મહાકાય ગોળાના મધ્ય ભાગમાં, ઈટના નિભાડાના અંદરના મધ્યભાગમાં, કુંભારના નિભાડાના મધ્ય ભાગમાં અમુક પ્રકારના બાદર વાયુકાયનું અસ્તિત્વ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પણ માન્ય કરવું પડશે જ. ત્યાં વાયુકાય કેવી રીતે પહોંચે ? આપણા અનુભવમાં આવતા વાયુઓનો તો દીવાલ વગેરે દ્વારા પ્રતિઘાત/પ્રતિબંધ/અવરોધ થાય છે. તેથી અતિતપ્ત નક્કર લોખંડના મોટા ગોળાના મધ્યભાગમાં તથાવિધ અપ્રતિઘાતી (લોખંડ વગેરે નક્કર ધાતુઓ પણ જેને આવવા-જવામાં અટકાયત-અવરોધ ન કરી શકે તેવા) વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
સાત લાખ યોનિવાળા વિવિધ વાયુઓના સાપેક્ષભાવે પ્રતિઘાતી-અપ્રતિઘાતી વગેરે પ્રકાર માનવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. લાલચોળ તપેલા મોટા લોખંડના નક્કર ગોળામાં કોઈ પણ રીતે લોખંડ દ્વારા જેનો પ્રતિઘાત/અવરોધ ન થઈ શકે તેવા વાયુનો પ્રવેશ થાય તો પોલા બલ્બમાં તથાવિધ અપ્રતિઘાતી વાયુનો પ્રવેશ કેમ ન થાય ? જેમ લાલચોળ તપેલા લોખંડના મોટા ગોળાના મધ્ય ભાગમાં, મહાકાય નિભાડાના ઊંડાણવાળા મધ્ય ભાગમાં બાદર વાયુકાયનો પ્રવેશ થઈ શકે છે તેમ પ્રકાશમાન બલ્બના મધ્ય ભાગ સુધી બાદર વાયુકાયનો પ્રવેશ પણ સિદ્ધ થઈ જ શકે છે. જેવા પ્રકારનો વાયુ અત્યંત તપેલા મહાકાય લોખંડના ગોળાના મધ્ય ભાગમાં, નિભાડાના અંદરના ભાગમાં હોય તેવા પ્રકારનો કોઈક વાયુ બલ્બમાં માની શકાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી રહેતું.
gઢવી | મન મા વિઝવ સત્તનો વિશ્વાવો” (ગા. ૯૬૮) આવું કહેવા દ્વારા પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં મહનીય શ્રીનેમિચંદ્રા
ઉ3)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org