________________
જ નહિ. તે લેખમાં તેવો વજનદાર મહત્ત્વનો આગમપાઠ મૂકવાનો તેઓશ્રીના ખ્યાલ બહાર રહી ગયો હોય તેમ લાગે છે. પરંતુ જે બાબતમાં વિવાદ ન હોય તે બાબતના આગમપાઠ આપ્યા પછી જે બાબત અંગે વિવાદ હોય તે માટે શાસ્ત્રપાઠ આપ્યા વિના જ તે બાબત શાસ્ત્રસિદ્ધ છે - એવું કહી દેવામાં પ્રામાણિકતા કેટલી કહેવાય ? તેમના જેવી આગમવિશારદ તરીકે પ્રસિદ્ધ વ્યક્તિએ આવું કેમ કર્યું હશે ? તે સમજી શકાતું નથી.
# નિશ્ચયથી સચિત્ત બાદર અગ્નિકાયની ઓળખાણ છે
જો કે ઘનિર્યુક્તિ વગેરેમાં અચિત્ત તેઉકાયના નામો મળે છે. પરંતુ તે અચિત્ત તેઉકાયના નામોમાં કયાંય પણ વીજળીનું નામ તો જોવા જ નથી મળતું. ઊલટું, વીજળીનો નિશ્ચયથી સચિત્ત તરીકે ઉલ્લેખ ઓઘનિર્યુક્તિમાં “વિષ્ણુયી નિછો ” (ગાથા-૩૫૯) આવા શબ્દો દ્વારા તથા પિંડનિર્યુક્તિમાં “વિષ્ણુયાડ઼ નિજીયો' (ગાથા-૩૬) આવા શબ્દો દ્વારા મળે છે. ઘનિર્યુક્તિવ્યાખ્યામાં બહુશ્રુતસભા શૃંગાર દ્રોણાચાર્યજી લખે છે કે “વિશુદ્ધિો નૈષ્ઠિો મતિ' (ગા.૩૫૯ વૃત્તિ) તથા પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં સમર્થટીકાકારશ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે “વિધુદુત્વ-પ્રમુવ: તનાવી નિરવત: સવિત્ત:' (ગા.૪૨ વૃત્તિ).
હજુ વધુ મહત્ત્વની એક વાત એ છે કે અત્યંત લાલચોળ તપેલા મહાકાય લોખંડના ગોળાની એકદમ અંદરના ભાગમાં શુદ્ધ અગ્નિકાયના જીવો તથા ઈંટના નિભાડાના નીચલા મધ્ય ભાગમાં નિશ્ચયથી બાદર તેઉકાયના જીવો હોય છે. તેવી વાત આગમજ્ઞો માટે પ્રસિદ્ધ છે. શ્રી જ્ઞાતાધર્મકથાવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ‘શુદ્ધાન: સuિveત્તતા ના' (૧/૧૬/૧૬૩) આવું જણાવેલ છે. તથા જીવાભિગમસૂત્રવ્યાખ્યામાં અને પન્નવણાવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “શુદ્ધાન: લય:પિટ્ટા'
( ૪૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org