________________
તાંદલીયા વગેરેની ભાજીને પ્રત્યેક વનસ્પતિકાય રૂપે સાબિત કરવા માટે ભગવતીસૂત્રનો પાઠ આપે.
આટલું કર્યા બાદ અનંતકાય એવા બટેટા વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે સિદ્ધ કરવા માટે જાહેર કરે કે “શાસ્ત્રાધાર મુજબ આ બધી વનસ્પતિઓ જેમ પ્રત્યેકકાય છે તેમ બટેટા, ડુંગળી, ગાજર વગેરે પણ પ્રત્યેક વનસ્પતિકાય છે - તેવું સિદ્ધ થાય છે. તો આ વાત અજ્ઞાની બાળ જીવોની આંખમાં ધૂળ નાખી શકે. પરંતુ જે મહાપ્રજ્ઞ છે, જે વિચક્ષણ છે તે તો તરત જ પ્રશ્ન કરશે કે “ભીંડા, સફરજન, કોથમીર, ચણા વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે જેમ અલગ અલગ શાસ્ત્રપાઠો આપ્યા તેમ બટેટા, ડુંગળી વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવાની વાત કયા શાસ્ત્રમાં કરી છે ? જરા તેનો શાસ્ત્રપાઠ બતાવશો ?' આ પ્રશ્ન સાંભળીને પેલા પોથી પંડિતે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી.
તેવી જ રીત તેરાપંથી આચાર્યશ્રી નથમલજીએ ઈલેકટ્રીસીટીને નિર્જીવ સિદ્ધ કરવા માટે વાપરેલી હોય તેવું મધ્યસ્થ ભાવથી વિચારતાં જણાય છે. “સૂર્યના કિરણો ગરમ હોવા છતાં તે અગ્નિ નથી. આગિયો ચમકે છે છતાં તે અગ્નિકાય જીવ નથી. આપણા શરીરમાં ગરમી છે, જઠરાગ્નિ છે. પણ તે તેઉકાય જીવ નથી.' ઈત્યાદિ બાબતને આગળ ધરીને બલ્બ, મર્ક્યુરીલેમ્પ વગેરેમાં ગરમીપ્રકાશ જણાવા છતાં ત્યાં તેઉકાય જીવ નથી – આવું જાહેર કરી દીધું. પણ ઈલેકટ્રીસીટીમાં જીવ નથી' – એવું સિદ્ધ કરતો કોઈ શાસ્ત્રપાઠ તો જણાવ્યો જ નહિ. તે લેખમાં તેઓ લખે છે કે આગમોના આધારે વીજળી અચિત્ત છે- એવો નિર્ણય કર્યો. છતાં તે લેખમાં ઈલેક્ટ્રીસીટીને, વીજળીને, વિદ્યુતપ્રકાશને સ્પષ્ટપણે અચિત્ત તરીકે જણાવતો હોય તેવો કોઈ આગમપાઠ તો તેઓશ્રીએ જણાવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org