________________
જ ‘સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા' એમ કહેલ છે. કારણ-પૃથ્વીકાયાદિની અપેક્ષાએ તેઉકાયમાં સજીવતા સ્વીકારવી મુશ્કેલ છે. માટે જ તેની સિદ્ધિ હેતુ શ્રી આચારાંગસૂત્ર વિગેરે પૂ.આગમગ્રંથોમાં અનેક સચોટ તર્કો આપ્યા છે. કોઈ અહીં દલીલ કરે કે ‘આ તો આકાશની વીજળીની વાત છે- કૃત્રિમ (ઉત્પન્ન કરાતી) વીજળીની નહીં;’ તો તેમને સમજવાની જરૂર છે કે ‘આ બે વીજળીમાં વત્વની અપેક્ષાએ કોઈ ફરક નથી.' (જુઓ પૃ.૩૧)
આગમ, સુવિહિત પરંપરા, સંવિગ્ન-ગીતાર્થ પૂર્વ મહાપુરુષોના ગ્રંથરત્નો તથા સાધક તર્કોના આધારે વિદ્યુત સચિત્ત જ સિદ્ધ થાય છે જે પ્રસ્તુત પુસ્તિકાના વાંચનથી જણાશે. છતાં વર્તમાનમાં આગમ કે વિજ્ઞાનના પરમાર્થને પામ્યા વિના પોતાના મનમાં કે શુષ્ક શોધમાં જે આવે તે વગર વિચાર્યે છપાવીને બહાર પાડવાની પ્રથા ચાલુ થઈ છે તે ઉન્માર્ગ/ઉત્સૂત્રની પોષક એક ભયંકર પ્રથા પ્રતીત થાય છે. આવી જ કંઈક પ્રતીતિ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી પ્રેષિત “વિદ્યુત : સચિત્ત કે અચિત્ત ?” લેખ વાંચ્યા પછી થઈ.
(૧) તેમાં તેઓ લખે છે : ‘એવી ઘોષણા પણ ગુરૂદેવે કરી દીધી કે વીજળી અમારી દૃષ્ટિએ અચિત્ત છે.' તાત્પર્ય એ કે આ. શ્રી તુલસીજીએ સ્વમાન્ય વિશુદ્ધ પરંપરાને લોપીને નૂતન ઉત્સૂત્ર-સાવઘ માન્યતાને આદરી. એમના પૂર્વાચાર્યો તો વીજળીને સજીવ સ્વીકારીને જ તેનો ઉપયોગ કરવાનો વિચાર સુદ્ધાં કરતાં ન હતાં. તો તેઓશ્રીને આ નવીન ઘોષણા કરવાની આવશ્યકતા કેમ પડી?
-
(૨) ‘વિદ્યુત અચિત્ત છે' એ માટે કયાંય આગમ-વિજ્ઞાનનો સમન્વય કર્યા વગર જ બેધડક રીતે આવું વિધાન કેટલું ઉચિત કહેવાય ? ‘અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિંત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઉર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી.' આવું કેમ લખાય ? અરે ! વિજ્ઞાન જડકેન્દ્રિત છે; તેને સૂક્ષ્મતાથી જીવની કયાંથી ખબર હોય ? આગમપાઠોનો આધાર અને વિજ્ઞાનની વાસ્તવિકતાના અનુસંધાન વિના જ એક ભવભીરૂ આત્મા આમ ને આમ જ વિદ્યુતને અચિત્ત જાહેર કરે? કોઈ ઉત્સૂત્રભાષણનો ડર નહીં ?
(૩) ‘હાથમાં ઘડિયાળ બાંધી છે તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી, છે શું ? ઉર્જાનું એક સ્પંદન માત્ર તો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઉર્જાનું સ્પંદન છે.’ આમ કહેવું એટલે શું ? ફકત વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ વિચારવું કે આગમદૃષ્ટિએ પણ ? જો વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવું હોય તો શ્રી
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org